ચાર બ્લાસ્ટથી હચમચી ગયુ કાબૂલ, ઘરોમાંથી નીકળીને ભાગવા લાગ્યા લોકો

296

કોરોના સંકટની વચ્ચે મોટા ઘમાકાની ગૂંજથી દેશ ગભરાઈ ગયો હતો.અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે ચાર બોમ્બ બ્લાસ્ટ થયા છે. પીડી-4 એરિયાના તાહિયા મસકન વિસ્તારમાં એક બાદ એક બ્લાસ્ટ થયા છે.જાનહાનિની કોઈ જાણકારી સામે આવી નથી.બોમ્બ બ્લાસ્ટથી ડરીને લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા. તો સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર થઈ ગઈ છે.હુમલાખોરોનું લક્ષ્‍ય એનડીએસ વાહન હતા.

ફેબ્રુઆરીમાં પણ થયા હતા બ્લાસ્ટ

અગાઉ 11 ફેબ્રુઆરી 2020એ કાબુલના પીડી-5 સ્થિત માર્શલ ફહીમ મિલિટ્રી એકેડેમી પર હુમલો થયો હતો. આ હુમલો તે સમયે થયો હતો જ્યારે કર્મચારી અને કેડેટ એકેડેમીમાં જઈ રહ્યા છે.આ હુમલામાં 5 મિલિટ્રી જવાનો અને બે સ્થાનિક લોકોના મોત નીપજ્યા હતા તેમજ કેટલાકને પહોંચી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ કાબુલમાં હુમલો થયો હતો. પીડી-9 સ્થિત મિનિસ્ટરી ઑફ ડિફેન્સ બિલ્ડિંગની પાસે એક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં 22 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી.

Share Now