૨૮ જેટલા રાજ્‍યોએ તંબાકુ-ગુટકાના સેવન,જાહેરમાં થૂંકવા પર મુકયો પ્રતિબંધ

669

– તંબાકુથી થૂંકવાથી કોરોના સંક્રમણ થવાનો ડર

નવી દિલ્‍હી,તા.૧૧: દિલ્‍હી,મહારાષ્‍ટ્ર,યુપી,ગુજરાત અને આસામ સહિત દેશના ૨૮ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોએ કોરોના વાયરસને ધ્‍યાનમાં રાખીને જાહેર જગ્‍યાઓ પર થૂંકવા અને ધૂમાડા વગરના તમાકુ ઉત્‍પાદનોના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો છે.આ માહિતી કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના ઓફીશ્‍યલ સુત્રોએ આપી છે.

આરોગ્‍ય મંત્રાલયે કોરોનાને ફેલાતો રોકવાના ઉપાયો હેઠળ ૧ એપ્રિલથી બધા રાજ્‍યોને જાહેર જગ્‍યાઓએ તમાકુ ઉત્‍પાદનો થંૂકવા પર પ્રતિબંધ મુકવા કહ્યું હતું.મંત્રાલયે બધા રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશ મુખ્‍ય સચિવોને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે ચાવવામાં વપરાતા ધૂમાડા વગરના તમાકુ ઉત્‍પાદનો , પાનમાવો,સોપારીથી લાળ વધારે ઉત્‍પન્‍ન થાય છે.જેના કારણે થુંકવાની તીવ્ર ઇચ્‍છા થાય છે અને જાહેર જગ્‍યાએ થૂંકવાથી સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.એક આધિકારીક સુત્રએ કહ્યું કે કોરોના દરમ્‍યાન ૨૨ રાજ્‍યો અને ૬ કેન્‍દ્ર શાસિત પ્રદેશોએ જગ્‍યાઓએ ધુમાડારહિત તમાકુ ઉત્‍પાદનોના ઉપયોગ અને થુંકવા પર પ્રતિબંધ મુકી દીધો છે.આસામ,ચંદીગઢ,દિલ્‍હી ઝારખંડ હરિયાણા,ઓરિસ્‍સા,કર્ણાટક,ગુજરાત,મધ્‍યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્‍યો જાહેર જગ્‍યાઓ પર તમાકું ખાઇને થુંકનારાને આર્થિક દંડ પણ કરી રહ્યા છે.

Share Now