ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના લોકોની પીઠમાં છરો ભોંકયો છે : જાણીતા ફિલોસોફર પ્રો.ચોમસ્કી

340

– ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના લોકોની પીઠમાં છરો ભોંકયો છે: પ્રો. ચોમસ્કી

વોશિંગ્ટન : જાણીતા ફિલોસોફર પ્રો.નોઆમ ચોમસ્કીએ જણાવ્યું કે,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજારો લોકોના મોત માટે જવાબદાર છે.તેમણે કોરોના મહામારીનો ઉપયોગ તેમની ચૂંટણી સંભાવનાઓ માટે કર્યો.દેશના અમીર કોર્પોરેટની મદદ માટે ચેપી બીમારીની સ્વાસ્થ્ય સુવિધાઓ અને શોધના ફડિંગમાં ઘટાડો કર્યો.ટ્રમ્પ મોટા ભાગના અમેરિકાના લોકોની પીઠમાં છરો ભોંકયો છે અને દેશના રક્ષક બનવાનો દેખાડો કરી રહ્યા છે.પ્રો.નોઆમ ચોમસ્કીએ જણાવ્યું કે,ટ્રમ્પે તેમના કાર્યકાળમાં દર વર્ષ ફંડમાં ઘટાડો કર્યો છે.તેમની યોજના છે ફંડને ઓછું કરવામાં આવે જેથી પ્રજાને દયનીય બનાવી શકાય.તેઓ તેમના પ્રાઈમરી ચૂંટણી ઉમેદવારોની સંપત્તિ,કોર્પોરેટ શક્તિ અને તેમને લાભ પહોંચાડવા માગે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે,રાષ્ટ્રપતિએ તેમનું કાર્ય યોગ્ય રીતે કર્યું નથી.તેમણે રાજ્યોના ગવર્નરને કોરોનાથી લડવાની લેવા માટે મજબૂર કર્યા.આ તેમની વધારે લોકોના મોત અને તેમની ચૂંટણીલક્ષી રાજકીય રણનિતી છે.વિશ્વ આરોગ્ય સંસ્થાની ફડિંગ રોકવાથી યમન અને આફ્રીકાના દેશોમાં મૃત્યુઆંક વધશે.

Share Now