વલસાડ : લોકોને 2 કિમી દૂર નદીએ જવાનો વારો આવ્યો છે,3 દિવસે ટેન્કરો આવે પણ પૂરતું પાણી આપતું નથી.સંઘપ્રદેશ સેલવાસમાં ગરમી વધતા જ દાનહના અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાણીની અછત શરૂ થઇ ગઇ છે.જેમાં બેટપા જેવા ગામના લોકોએ 2 કિ.મી ચાલીને નદી પર જઇ પાણી ભરવા પડે છે.ચાલુ વર્ષે પણ પરિસ્થિતિ કંઈક એવી જોવા મળી છે કે સીંદોની પેટલાદના બેડપા ખાતે અનેક ફાળિયાઓમાં પાણીની તંગી છે સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે કેટલાક ફાળિયાઓની આજુ બાજુથી ખનકી નદી પસાર થાય છે એ પાણી લેવા લગભગ 1-2 થી પણ વધુ કિલોમીટર ચાલીને જવું પડે છે,તો કેટલાક ઉંચાઈ પર આવેલા વિસ્તારોમાં પમ્પ દ્વારા પૂરતું પાણી અપાતું નથી.ગરમીનો પારો ઉંચોજઈ રહ્યો છે તેવા સમયે અંતરિયાળ વિસ્તારના લોકોએ નદી અને ખનકીના પાણી પર જીવન વ્યકિત કરવાનો વારો આવ્યો છે.જોકે આવતા 8-10 દિવસમાં આ નદી તેમજ ખનકીનાં પાણી પણ સુકાઈ જશે હાલ જાનવરો અને સ્થાનિકો આ પાણીનો ઉપીયોગ કરી રહયા છે જો વરસાદ લંબાય તો હાલત વધુ કફોડી બની શકે એમ છે.
વાંસદા ચોથા પાડા દાનહ ના કાકડીબેન જાનુભાઈ ચોથા એ જણાવ્યું કે અમારે ત્યાં પાણીની સમસ્યા છે ટેન્કર 1-2 દિવસ છોડી એક દિવસ આવે છે પણ અધૂરી ટાકી ભરી પરત જાય છે અમારે પાણી માટે 1-2 કિલોમીટર દૂર જવું પડે છે અમારા વિસ્તારમાં લગભગ 150 જેટલા લોકોની વસ્તી છે.
જિલ્લા પંચાયત દાનહના સીઓ એચ.એમ. ચાવડા એ જણાવ્યું કે અમારી પાણીની ટેન્કરો એક દિવસ છોડી એક દિવસ પોહચી રહી છે એની સાથે કુવા તેમજ બીજી અન્ય વ્યવસ્થાઓ પણ કરાય છે જેથી કરી લોકોને પાણીને લઇ હાલાકી ન પડે તમે ગામ લોકોની પાણી સમસ્યા અમને જણાવી છે એના પર પૂરતું ધ્યાન અપાશે જો કોઈ ટેન્કર ચાલાક પૂરતું પાણી નહિ આપે તેવા લોકો પર પગલાં લેવાશે.