લોનધારકોને મળશે રાહત, RBI વધુ 3 મહિના માટે લંબાવી શકે છે મોરાટોરિયમ

292

મુંબઇઃ કોરોના વાયરસના કેસ સતત વધતા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન હવે 31મી મે સુધી લંબાવી દીધુ છે.આ દરમિયાન લોનધારોકને વધુ એક વખત રાહત મળી શકે છે.એવા અહેવાલ મળી રહ્યા છે કે રિઝર્વ બેન્ક પણ લોન મોરાટોરિયમ પીરિયડને વધુ ત્રણ મહિના સુધી લંબાવી શકે છે. એસબીઆઇ રિસર્ચની રિપોર્ટમાં આવો દાવો કરાયો છે.જો આવું થશે તો લોનધારકોને લોનના હપ્તાની ચૂકવવાણી વધુ ત્રણ મહિનાની મુક્તિ મળશે.જો કે આ સમયગાળા દરમિયાન લોન ઉપરના વ્યાજદરની વસૂલાત ચાલુ રહેશે.

અગાઉ 31 મે સુધી લોનની ચૂકવણીમાં આપી હતી મુક્તિ

કોરોના વાયરસની મહામારીને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના રોજ 21 દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ લોકડાઉન 3 મે અને પાછળથી 17 મે સુધી લંબાવવામાં આવ્યુ હતુ.હાલ દેશમાં લોકડાઉન-4 ચાલુ રહ્યુ છે અને તે 31મી મે,2020 સુધી રહેશે.
લોકડાઉનના સમયગાળા દરમિયાન લોનધારકોને રાહત આપવા માટે રિઝર્વ બેન્કે માર્ચમા 1લી માર્ચથી 31મી મે, 2020 સુધી તમામ લોનના હપ્તાની ચૂકવણીમાં રાહત આપી હતી.

હવે 31 ઓગસ્ટ સુધી મળી શકે છે રાહત

એસબીઆઇના રિસર્ચ રિપોર્ટ ઇકોરેપમાં જણાવ્યુ છે કે,લોકડાઉન 31 મે સુધી લંબાવવાની સાથે જ અમને અપેક્ષા છે કે રિઝર્વ રિઝર્વ લોન મોરાટોરિયમને વધુ 3 મહિના માટે લંબાવી શકે છે.રિપોર્ટમાં કહ્યુ છે કે વધુ ત્રણ મહિના સુધી લોનના પેમેન્ટમાં મુક્તિથી કંપનીઓને 31 ઓગસ્ટ, 2020 સુધી ચૂકવવી પડશે નહીં અને તેનો અર્થ એ છે કે કંપનીઓની સપ્ટેમ્બરમાં ઋણ જવાબદારી ચૂકવવાની સંભાવના અત્યંત ઓછી છે.રિઝર્વ બેન્કના નિયમ મુજબ ઋણની જવાબદારીની ચૂકવણીમાં નિષ્ફળ રહેવાનો મતલબ એ છે કે આ લોન નોન પર્ફોર્મિંગ એસેટ્સ બની શકે છે.રિપોર્ટમાં રિઝર્વ બેન્કને વધારે ઉદાર વલણ અપનાવવા જણાવ્યુ છે.

Share Now