વલસાડ, 22 મે : વલસાડ જિલ્લામાં સરોણ ગામના ચિરીયા તળાવ કલેકટરના હસ્તક આવેલું છે.જેમાં મંજૂરી વિના જ ખોદકામ કરવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ મોરચો કાઢી કલેક્ટરને રજૂઆત કરી હતી.સરપંચે સુજલામ સુજલામ હેઠળ ખોદકામ કરાય રહ્યું હોવાનું જણાવ્યું છે પરંતું આ યોજનાના ઠરાવ નિયમોનું પાલન થયું નથી.માટી ખોદી તળાવની પાળ અનેેેેેેેેેેેે ગામના ખેડૂતોને ખેતરોમાં લઇ જવા માટે માટી રોયલ્ટીની મુક્તિ આપવાની છતાં માટીનું રેલવે એપીએમસીને વેચાણ કરાતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.કલેકટરની કોઇ મંજૂરી લેવાઇ નથી.ખાણખનિજ વિભાગના નિયમ મુજબ સર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ખોદકામ કરી શકાય છતાં રાત્રિ દરમિયાન પણ ખોદકામ ચાલે છે.કલેકટરે 22 એપ્રિલના રોજ કરેલા હુકમની શરતોનું પાલન કરાતું નથી.આમ ઉપરોક્ત સમગ્ર બાબત સાથે ગેરકાયદે ખોદકામ મામલે પંચાયતના સરપંચ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યાવાહી કરવા ગ્રામજનોએ સહિ સાથે કલેેેકટરને આવેદન આપ્યું છે.20 ડ્રાઇવર બહારના આવતાં કોરોનાનો ડર લાગી રહ્યો છે.ગ્રામજનોએ કલેકટરને કરેલી ફરિયાદમાં ગામના સરકારી તળાવમાં ખોદકામ માટે 20 થી 25 ટ્રકો સાથે બહારગામના ડ્રાઇવરો ગામમાં અવરજવર કરતા અને ગમે ત્યાં થુંકવા અને શૌચક્રિયા કરતા હોય કોરોનાની ભીતિ રજૂ કરી છે.જેને લઇ ગામમાં ડરનો માહોલ સર્જાયો છે તેવી રજૂઆત કરાઇ છે.