– ગુજરાત કાપડ એસોસિએશન દ્વારા રજૂઆત : આરબીઆઈ-રાષ્ટ્રીય પ્રાઈવેટ બેન્કોની હાલની જે કેશ ક્રેડિટ છે તેમાં ૨૦ ટકાનો વધારો આપવામાં રજૂઆત કરાઈ છે
અમદાવાદ, તા. ૨૧ : લોકડાઉનમાં બે મહિના સુધી બંધ રહેલી ઈન્ડસ્ટ્રી ફરી ચાલુ થાય તે માટે કેન્દ્ર સરકારે નાણાંકીય પેકેજની જાહેર કરી છે પરંતુ ઉદ્યોગોને તેનો લાભ મળતો નથી.આ રજૂઆત જીડીએમએના પ્રમુખ યોગેશ પરીખ દ્વારા આરબીઆઈને કરવામાં આવી છે.જીડીએમએ ના પ્રમુખ યોગેશ પરીખે આરબીઆઈને એક પત્ર લખ્યો છે.આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સરકારની જાહેરાત પ્રમાણે બેન્કોએ ઇન્ડસ્ટ્રીને તેમની વર્કિંગ કેપિટલમાં ૨૦ ટકા સુધીનો વધારે કરી આપવાનો છે પરંતુ કેટલીક બેન્કો આ અંગે જવાબ આપતી હતી.
૧૩ મે ૨૦૨૦ના રાજે ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.જેમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમન અને રાજ્યકક્ષાના મંત્રી અનુરાગ ઠાકરે વિસ્તારથી માહિતી આપી.નાણાંમંત્રી દ્વારા એમએસએમઈ ઉદ્યોગોને કોઈપણ પ્રકારની ગેરંટી વગર ૩ લાખ કરોડની લોન ફોળવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી જે ચાર વર્ષના સમયગાળામાં પરત કરવાની રહેશે.જેમાં ૧ વર્ષના ગ્રેસ પિરીયડનો લાભ આપવામાં આવ્યો છે.આ યોજનાનો લાભ આશરે ૪૫ લાખ ઉદ્યોગોને મળશે તેને ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી મેળવી શકાશે.જે ઉદ્યોગોને ઉત્પાદન ફરી શરૂ કરવામાં મદદરૂપ બનશે.આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જીડીએમએ દ્વારા આરબીઆઈ તેમજ રાષ્ટ્રીય પ્રાઈવેટ બેન્કોની હાલની જે કેશ ક્રેડિટ છે તેમાં ૨૦ ટકાનો વધારો આપવામાં રજૂઆત કરવામાં આવી છે.
જીડીએમએના પ્રમુખ યોગેશ પરીખના જણાવ્યા પ્રમાણે આજે બપોરે બેન્ક ઓફ બરોડા સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જીડીએમએ સાથે સંકળાયેલા તમામ મેમ્બર્સ જોડાશે.મોટાભાગે અમદાવાદમાં ઓઢવ,નરોડા,વટવા,છત્રાલના મુખ્ય વેપારીઓ જોડાશે.આગામી દિવસોમાં આવી મિટીંગ આરબીઆઈ,ICICI અને એચડીએફસી બેન્ક સાથે પણ કરવામાં આવશે.જીડીએમએ એટલે ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચર એસોસિએશન જે ગુજરાતમાં ટેક્ષટાઈલ ડાયઝ બનાવે છે.ગુજરાતમાં કાપડ ઉદ્યોગ વિકસ્યો છે જેમાં ડાયસ્ટફ મહત્ત્વનો ભાગ ભજવે છે.અમદાવાદમાં ૪૦૦ જેટલા યુનિટ ડાયસ્ટફના છે જ્યારે ગુજરાતના ૧૧૦૦થી વધારે વાપી,કડી,સુરત,બરોડા સહિત અનેક જગ્યાએ ડાયસ્ટફ બનાવે છે.