મુંબઈ : બે વિદેશી બ્રોકરેજીસે સોમવારે કહ્યું હતું કે સરકારના જંગી સ્ટીમ્યુલસ પેકેજથી દેશના ગ્રોથને આગામી ત્રણ વર્ષમાં મદદ મળશે,પરંતુ તેનાથી ટૂંકા ગાળામાં જીડીપીમાં ધોવાણ અટકાવી નહીં શકાય.બેન્ક ઓફ અમેરિકા (BofA) અને નોમુરાના એનલિસ્ટ્સે સરકારના ~20 લાખ કરોડના જંગી પેકેજ છતાં પણ તેમના અગાઉના જીડીપી ગ્રોથના અંદાજ અનુક્રમે નેગેટિવ 0.1 ટકા અને નેગેટિવ 5 ટકા જાળવી રાખ્યા હતા.જાપાનીઝ બ્રોકરેજ નોમુરાના એનલિસ્ટ્સે કહ્યું હતું કે પેકેજ કેટલાક બિઝનેસ માટે ટૂંકાગાળાના પડકારને પહોંચી વળવામાં ઊણું ઊતર્યું છે,તેમ છતાં મધ્યમ ગાળામાં ગ્રોથની શક્યતા વધારે તેવું આ પેકેજ છે.પેકેજમાં તાત્કાલિક કોઈ ફાયદો થાય તેવું કંઈ નથી.BofAના એનલિસ્ટ્સે તેમાં સૂર પૂરાવકતા કહ્યું હતું કે કૃષિ,માઈનિંગ,પાવર અને ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે આર્થિક સુધારા,ડિફેન્સ ક્ષેત્રમાં વધુ એફડીઆઈની મંજૂરી અને કોલસા સહિતના ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખૂલ્લા મૂકવા જેવા નિર્ણયોથી મધ્યમ ગાળામાં ગ્રોથ વધશે.


