– બેન્ક ઓફ અમેરિકા અને નોમૂરાના અર્થશાસ્ત્રીઓ મુજબ સરકારના આર્થિક પેકેજમાં ખાસ આકર્ષણ નથી
વોશિંગટન : વિદેશી અર્થશાસ્ત્રીઓ મુજબ ભારત સરકારના હાલમાં જાહેર કરેલા 20 લાખ કરોડ રુપિયાના પેકેજ અને સુધારાની જીડીપી પર કોઇ ખાસ અસર પડશે નહી,તેમના મુજબ પેકેજ અને સુધારાનો લાભ ત્રણ વર્ષના લાંબાગાળે જોવા મળશે.બેન્ક ઓફ અમેરિકા (બોફા) અને નોમૂરાના અર્થશાસ્ત્રીઓએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 20 લાખ કરોડ રુપિાના આર્થિક પેકેજની જાહેરાત થયા પછી પણ જીડીપી વૃદ્ધિદરના તેમના અનુમાનોને પહેલાના અનુમાનો પૂરતા સિમિત રાખ્યા છે. બોફાએ 2020-21માં જીડીપીમાં 0.1 ટકા અને નોમૂરાએ પાંચ ટકા ઘટાડાનું અનુમાન લગાવ્યુ હતું.
કેન્દ્ર સરકારે કોવિડ-19 મહામારી વચ્ચે અર્થવ્યવસ્થામાં પ્રાણ પૂરવા માટે 20 લાખ કરોડ રુપિયાના પેકેજની જાહેરાત કરી હતી.આ પેકેજની રકમ જીડીપીના 10 ટકા સમાન છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે પેકેજની વિગતવાર માહિતી આપવા માટે પાંચ દિવસ સુધી પત્રકાર પરિષદ સંબોધી હતી.
જાપાની બ્રોકરેજ કંપની નોમૂરાના અર્થશાસ્ત્રીના કહેવા મુજબ ભારત સરકારનુ આર્થિક પેકેજ કેટલાક વ્યવસાયોની સમસ્યાઓને ટૂંકા ભવિષ્યમાં સમાધાન કરવામ માટે નબળુ સાબિત થશે, પરંતુ આ પેકેજ ભારતની મધ્યમકાલિન વૃદ્ધિ સંભાવનાઓ માટે યોગ્ય રીતે તયાર કરવામાં આવ્યુ છે.તેના દીર્ઘકાલિન જોખમ મૂડીને આકર્શવામાં મદદરુપ સાબિત થશે.જોકે તેમનુ માનવુ છે કે,સરકારના આર્થિક પેકેજમાં ખાસ આકર્ષણની કોઇ બાબત નથી.
જોકે બોફાના અર્થશાસ્ત્રીઓનું મંતવ્ય અલગ છે તેમના મુજબ ખેતી,ખનન, વીજળી અને ઉદ્યોગ,રક્ષા ક્ષેત્રમાં મોટુ વિદેશી રોકાણ અને તમામ ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવા જેવા પગલા આવનારા સમયમાં વિકાસને મજબૂત બનાવશે.તેમનુ અનુમાન છે કે ટૂંકા ભવિષ્યમાં જૂન ત્રિમાસિકમાં જીડીપી 12 ટકા સુધી ઘટી શકે છે અને નાણાકીય વર્ષ 2020-21માં આ દર 0.1 ટકા જેટલુ ઘટી શકે છે.નોમૂરાના નિષ્ણાંતોનુ માનવુ છે કે સરકારના આર્થિક પેકેજને લીધે નાણાકીય ખાદ્ય પર માત્ર 0.8 ટકાની અસર પડશે.2020-21ના અંત સુધી ભારતની નાણાકીય ખોટ 7 ટકા સુધી પહોચી શકે છે.


