વલસાડ, 23 મે : વલસાડ કલેકટર કચેરી,પ્રાંત કચેરીઓ અને જિલ્લાના 5 તાલુકામાં રેવન્યુ તલાટી અને ઇ-ધરા સહિતના વિભાગોમાં ફરજ બજાતા કારકૂનો સહિત કુલ 32 કર્મચારીઓની નાયબ મામલતદાર પદે બઢતીના હુકમ કલેકટરે કર્યા છે.જેના પગલે કર્મચારીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે. કલેકટર સી.આર.ખરસાણે જિલ્લા સેવા સદનમાં પ્રાંત આયોજનશાખા,અધિક ચીટનીશ શાખા,મભોયો કચેરી,ચૂંટણી શાખા તથા પારડી,ધરમપુર અને વલસાડ મામલતદાર કચેરીમાં ઇ-ધરામાં ફરજ બજાવતાં કુલ 21 જેટલા કારકૂન સંવર્ગના કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતીના હુકમ કર્યા છે.જ્યારે ધરમપુર ઉક્તા,રાજપૂરીતલાટ,ભેંસધરા,ગડી,ઉમરગામ ધનોલી,પારડી (ઓરવાડ),પારડી પ્રાંત કચેરી,વાપી કસ્બા-2,પારડી ગોયમાના કુલ 21 જેટલા રેવન્યુ તલાટીઓને પણ નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી આપતા હુકમ કર્યા છે.


