વલસાડ, 23 મે : સરીગામ ગ્રા. પં.ની સામાન્ય સભા ઇન્ચાર્જ સરપંચ પંકજની અધ્યક્ષતામાં મળી હતી.20 સભ્યોની સંખ્યા ધરાવતી પંચાયતમાં એક સભ્ય તથા તલાટી ગેરહાજર રહ્યા હતા.સભામાં બાંધકામની મંજૂરી અને આકરણી મુદ્દે ગરમાંગરમી થઈ હતી.ગત સામાન્ય સભામાં બીનધિકૃત બાંધકામ સામે 6 સભ્યોએ વિરોધ નોંધવવા છતાં ઠરાવ સર્વાનુમતે પસારનો ઉલ્લેખ કરતા સભ્ય ડો.નીરવ શાહ 6 સભ્યોએ ફરી લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે. અઢી કલાક ચાલેલી સામાન્ય સભામાં ઇન્ચાર્જ સરપંચ દ્વારા સ્થાનિક પત્રકારો ને બેસવાની અનુમતિ આપી ન હતી.સભ્ય નીરવ શાહે પારદર્શક વહીવટ માટે પત્રકાર હાજરી જરૂરી હોવાની દલીલ કરી હતી.


