મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2436 દર્દીઓ નોંધાયા છે.જયારે રાજ્યમાં 24 કલાક દરમિયાન કોરોના વાયરસના કારણે 60 લોકોના મોત પણ થયા છે.આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 52667 થઈ છે.રાજ્યમાં કોરોના વાયરસને કારણે 1695 લોકોનાં મોત નીપજ્યાં છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને મુંબઇમાં ગણેશોત્સવની ઉજવણીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે.
મુંબઈના જી.એસ.બી. સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, વડાલાએ કારોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં લઇ ગણેશ ચતુર્થીની ઉજવણી સ્થગિત કરી દીધી છે.આ વર્ષે તેઓએ આ ઉત્સવ ફેબ્રુઆરી 2021 સુધી સ્થગિત કર્યો છે.

