વલસાડ, 27 મે : પારડીના પરવાસા ગામે ટેકરી ફળિયાના અંતરિયાળ રસ્તાથી ઓલ્ટો કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ચાલકે કારને પૂરઝડપે હંકારી મૂકી હતી અને તક મળતા કાર મૂકી ચાલક રસ્તાના બાજુના જંગલમાં નાસી છૂટ્યો હતો.પોલીસે કારની તલાશી લેતા કારમાં ડીકીના સીટના ભાગે 12000 હજારની દારૂની બોટલો મળતા 50.000ની કાર મળી 62000નો મુદ્દામાલ કબ્જે લઈ પારડી પોલીસે ખેપિયા સુધી પહોચવાની તપાસ હાથ ધરી છે.પારડી પોલીસને અંતરિયાળ ગામના રસ્તા પર પેટ્રોલીંગ કરતાં દારૂ હેરાફેરી કરતી કારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.