અમદાવાદ : રાજયમાં કોરોના પોઝીટીવમાં સરકાર દ્વારા હવે માહિતી ઘટાડવાના નવા વ્યુહ વચ્ચે પણ કોરોનાનું સંક્રમણ યથાવત જ રહ્યું છે.ગઈકાલે સાંજે પુરા થતા 376 નવા કેસ સામે રાજયએ 15000નો આંકડો ક્રોસ કરીને કુલ 15205 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે અને વધુ 23 મૃત્યુ સાથે 938 મોત થતા રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવામાં કે કોઈ ધીમું પાડવામાં કોઈ સફળતા મળી નથી.અમદાવાદ જીલ્લામાં જે કોરોના હોટસ્પોટ છે.ગઈકાલે વધુ 256 નવા પોઝીટીવ નોંધાયા છે.જેમાં 248 સીટીમાં છે.અમદાવાદમાં 19 મૃત્યુ નોંધાયા છે અને હવે સીટીના કુલ કેસ 11097 થયા છે.રાજયમાં ગઈકાલે 410 દર્દીઓને સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેથી રાજયમાં કુલ 7547 લોકો સ્વસ્થ થઈને પરત ગયા છે.રાજયમાં કોરોના ડબલીંગ રેટ જે બે અઠવાડીયા પુર્વે 16 દિવસનો હતો તે હવે 28.84 દિવસનો થાય છે.રાજયમાં કુલ 6720 એકટીવ કેસ છે અને તેમાં 98 લોકો વેન્ટીલેટર પર છે.
અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મેડીકલ 25થી વધુને વધુ લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવા આપવામાં આવી રહી છે.રાજયમાં પ્રથમ વખત કોરોના એકટીવ કેસનો દર 50%થી નીચો ગયો છે અને મૃત્યુદર 6.9% જળવાઈ રહ્યો છે.
ગુજરાતમાં વધુ 376 પોઝીટીવ સાથે રાજયમાં કોરોના સંક્રમણ 15000 કેસ

Leave a Comment

