અમેરિકાએ હવે ચીનની સામે ઉતાર્યુ મુસ્લિમ કાર્ડ,અમેરિકન સંસદમાં બિલ પાસ

311

કોરોના વાયરસના કહેર વચ્ચે અમેરિકા ચીનને ચારે તરફથી ઘેરી રહ્યુ છે.અમેરિકાએ હવે ચીનની સામે મુસ્લિમ કાર્ડ ઉતાર્યુ છે.ચીનના ઉઈગુર મુસ્લિમો પર ચીનના અત્યાચારો જગજાહેર છે ત્યારે આ માટે જવાબદાર ચીની અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવા માટેના કાયદાને અમેરિકાની સંસદ ભારે બહુમતિ સાથે મંજૂરી આપી દીધી છે.હવે આ બિલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યુ છે.

બિલના ફેવરમાં 413 અને વિરુધ્ધમાં માત્ર 1 મત

બિલના ફેવરમાં 413 અને વિરુધ્ધમાં માત્ર 1 જ મત પડ્યો હતો.આ બિલને સર્વસંમતિથી પસાર કરાયુ છે.જેથી માનવધિકારીનુ ઉલ્લંઘન કરનાર ચીન પર પ્રતિબંધ લગાવી શકાય.અમેરિકાની હરકતથી ચીન વધારે છંછેડાશે તે નક્કી છે. કારણકે ચીન તેને પોતાનો આંતરિક મામલો ગણાવશે અને અ્મેરિકા તેને માનવધિકારો સાથે જોડીને ચગાવશે.આ મુદ્દે પાકિસ્તાન ફસાઈ શકે છે.કારણકે ઈમરાનખાન માટે મુસ્લિમો પરના અત્યાચારના વિરોધમાં લવાયેલા બિલ પર વિરોધ કરવો કે સમર્થન કરવુ મુશ્કેલ હશે કારણ કે ચીન પર પાકિસ્તાન ઘણા ખરા અંશે નિર્ભર બની ચુક્યુ છે.

Share Now