ભારત-ચીન વિવાદમાં અમે કોઈની તરફદારી નહીં કરીએ : શ્રીલંકા PM રાજપક્ષે

286

કોલંબોઃ શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેએને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં શ્રીલંકા કોઈનો પક્ષ નથી લેતું અને પોતાને તેનાથી દૂર જ રાખશે.રાજપક્ષેએ કહ્યું કે બંને દેશો સાથે તેમના સારા સંબંધ છે, તેથી તેઓ આ મામલે પોતાને દૂર જ રાખવા માંગે છે.તમિલ આંદોલન પર રાજપક્ષેએ કહ્યું કે લોકોએ સમજવું જોઈએ કે અલગ દેશ બનાવવાનો વિકલ્પ યોગ્ય નથી.રાજપક્ષેએ ઈસ્લામિક કે તમિલ કોઈ પણ પ્રકારના આતંકવાદ પર કડક કાર્યવાહી કરવાની પણ વાત કહી.

શ્રીલંકાના ચીન સાથેના સંબંધો વિશેના એક સવાલના જવાબમાં રાજપક્ષેએ કહ્યું કે,શ્રીલંકા Non-aligned foreign policyને જ અમલમાં લાવવાનું ચાલુ રાખશે.ચીન અને ભારત બંને અમારા નિકટતમ મિત્રો છે.શ્રી જવાહરલાલ નહેરુ અને ચીની પ્રીમિયર ઝોઉ એનલાઇએ પંચશીલ સિદ્ધાંતોને આગળ વધાર્યા હતા જેમાં- ક્ષેત્રીય અખંડતા,સંપ્રભુતા,બિન-આક્રમક નીતિ,એક-બીજાના અંગત મામલાઓમાં હસ્તક્ષેપ ન કરવો, સમાનતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ જેવા મૂલ્ય સામેલ છે.શ્રીલંકા હાલ પણ આ સિદ્ધાંતો પર વિશ્વાસ મૂકે છે અને ભવિષ્યમાં પણ તે મુજબ વિદેશ નીતિ ચાલુ રાખશે.

‘આતંકવાદની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ’ ઈસ્લામિક આતંકવાદ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં રાજપક્ષેએ કહ્યું કે,આ ખૂબ જ ગંભીર મુદ્દો છે.એ સ્પષ્ટ છે કે અગાઉની સરકાર તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી હતી.જો તે લોકો સત્તામાં રહેતા તો ભારત અને બંગાળની ખાડીમાં સ્થિત અન્ય પડોશી દેશો માટે પણ ખતરો વધી જતો.શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે ચર્ચ પર કરવામાં આવેલો હુમલો, આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો અત્યાર સુધીનો એશિયા કે એવું કહેવાય કે દુનિયામાં નાગરીકોને નિશાન બનાવીને કરવામાં આવેલો સૌથી મોટો હુમલો છે.તમામ આત્મઘાતી હુમલાખોર સારા પરિવારોમાંથી આવનારા ભણેલા-ગણેલા યુવા હતા.તે સરકારની પાસે આ પ્રકારના હુમલાની પૂર્વ સૂચના પણ હતી પરંતુ તેઓ અસમર્થ સાબિત થયા. રાજપક્ષેએ કહ્યું કે આતંકવાદ તમિલ હોય કે ઈસ્લામિક તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમિલ સમસ્યાથી જોડાયેલા સવાલના જવાબમાં રાજપક્ષેએ કહ્યું કે,તમિલ નેતાઓની સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે.તેમને સમજવું પડશે કે આ શક્ય નથી.આ દેશમાં તે લોકોએ અલગ તમિલ દેશની માંગના આધારે ઘણા લાંબા સમય સુધી રાજકારણ કરી લીધું છે.આ એક વ્યવહારીક પ્રસ્તાવ નથી.મોટાભાગના તમિલ ઉત્તર અને પૂર્વની બહાર રહે છે.પૂર્વમાં તમિલ અને લઘુમતી મુસ્લિમ વસ્તી રહે છે.કોલંબો શહેરની મોટાભાગની વસ્તી તમિલ અને મુસ્લિમ છે.એવામાં શ્રીલંકાના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં એક તમિલ દેશની માંગ કરવી યોગ્ય નથી.

Share Now