ઓમાનથી આવવા ઉમરગામના માછીમારોએ તંત્રની મદદ માગી

314

વલસાડ, 29 મે : ઉમરગામ તાલુકાના માછીમારો કોરાના વાયરસના લીધે ઓબાનમાં ફસાયા છે.વતન પરત ફરવા સરકાર પાસે મદદની માંગણી કરી છે. ફણસા,મરોલી વિસ્તારમાં માછીમારો દરિયો ખેડવા દર વર્ષે ઓમાન દેશ જાય છે.સાત મહિનાની ફિશિંગ કરી દર વર્ષે ભારત પરત ફરે છે.ભારતમાં પાંચ માસ પરિવાર સાથે રહી પરત મચ્છીમારી કરવા જતા હોય છે.

ચાલુ વર્ષે કોરાના વાયરસને લઈ એક માસ પૂર્વે એપ્રિલ માસમાં પ્લેનની ટીકીટ બુકીંગ કરાવી વતન પરત ફરવાના દિવસો ગણિ રહ્યા હતા.જે સમયે ભારત સરકારે કોરાના સંક્રમણને રોકવા માટે હવાઈ સેવા બંધ કરતા ફણસા મરોલી વિસ્તારના 29 જેટલા માછીમારો ઓમાન દેશમાં ફસાયા છે.

જે લઈ પરિવાર પણ સુરક્ષાને લઈ ચિંતિત બન્યું છે.જેમાં કેટલાક માછીમારો દરિયાના પાણીમાં બોટમાં રહી દિવસો પસાર કરી રહ્યા છે.જ્યારે કેટલાક રૂમોમાં કેદ થયા છે.જેઓ સોસીયલ મીડિયાના માધ્યમથી વીડિયો શેર કરી ભારત સરકાર પાસે વતન પરત આવવા મદદની માંગણી કરી છે.માછીમારો માટે તેમના માલિક દ્વારા અનાજ પાણીની વ્યવસ્થા ઉભી કરી છે.જેઓ બંધ કરશે ત્યારે પરિસ્થિતિ ગંભીર બનવાની શકયતા જોઈ રહ્યા છે.29 જેટલા માછીમારોમાંથી કેટલાક માછીમારોનો પાસપોર્ટ પૂર્ણ થવાનાના આરે હોવાનું જણાવી ભારત સરકાર પાસે વતન પરત લાવવા મદદની માંગણી કરી છે.

Share Now