– છેલ્લા 60 દિવસથી લોકડાઉન દરમ્યાન અસંખ્ય કારીગરો અને સ્ટાફને જે હાલાકી પડી છે તે બાબતે વાપી વિસ્તારની કંપનીઓ દ્વારા લોકડાઉનમાં ફેકટરીઓ અને પ્લાન્ટ ચાલુ કરવા બાબતે અનેકવાર સ્થાનિક નેતાઓથી લઈ પીએમઓ ઓફિસ અને રાજય સરકારને પ્રવેશ આપવા રજુઆત કરાય છે છતાં ઉદ્યગોપતિઓનું કોઈ સાંભળવા તૈયાર નથી
– છેલ્લા 15 દિવસ દરમિયાન ફેમ (ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી ઓફ સિલ્વાસા )એ પણ અનેકવાર પ્રશાશન અને કલેકટર સંદીપ સિંઘને રજુઆત કર્યા બાદ આજરોજ લવાછા અને પીપરીયાના એન્ટ્રી પોઇન્ટ ખોલી પાસ સિસ્ટમને આધારે કારીગરો અને ગુજરાત વાપી સહિતના વિસ્તારોના સ્ટાફને શરતી મંજૂરી આપવામાં આવી : આ બાબતે દમણ પ્રશાશનને પણ વાપીની અનેક કંપનીઓ દ્વારા રજુઆત કરાયા બાદ કુંતા ગામેથી એન્ટ્રી આપવાનું શરુ કરાયું
– દક્ષિણ ગુજરાતના વાપી,સરીગામ સહીત સિલ્વાસા ફેડરેશન અને વિવિધ એસોસિશને કરેલી રજુઆત આજે ટેરેરિરીના કાને સંભળાય! : ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો
(એડિટર – જિગર વ્યાસ દ્વારા ) સુરત -વાપી, તા.29 : લોકડાઉન દરમ્યાન વાપી સહીત દક્ષિણ ગુજરાતની મોટાભાગની કંપનીઓમાં કામ કરતા કામદારો અને સ્ટાફને યુનિયન ટેરેટરીમાં પ્રવેશબંધી ફરમાવાય હતી જેમાં શરતી લોકકડાઉન સાથે કેન્દ્ર સરકારે મોટી ફેકટરીઓને કામગીરી શરુ કરવા છૂટછાટ આપી આર્થિક ગાડી પાટે ચડાવવા પ્રયાસ હાથ ધરાય રહ્યો છે તેવામાં વાપી સહિતના વિસ્તારમાં કાર્યરત અને એસ્સએંટીઅલ કોમિડિટી હેઠળ આવતી કેટલીક કંપનીઓને શરૂઆતથી જ કામગીરી કરવાના અને પ્લાન્ટ ચાલુ રાખવાની સત્તા અપાઈ હતી છતાં પણ દમણ અને સિલ્વાસામાં પ્લાન્ટ અને ફેક્ટરી ધરાવતા ગુજરાતના ઉદ્યોગપતિઓને દમણ અને સિલવાસામાં કામ કરવા અંગે તઘલખી નિર્ણય હેઠળ પ્રેવશબંધી આપવામાં આવી ન હતી.છેલ્લા 60 દિવસ દરમ્યાન અસંખ્ય કંપનીઓના હજ્જારો કારીગરો અને સ્ટાફને તમામ શરત અને સોશ્યિલ ડીસ્ટન્સસીગનું પાલન કરાવવા અંગે તમામ બાંહેધારી અને સલામતીના પગલાં લેવાની ખાતરી આપવમાં આવી હોવા છતાં તેમના પ્લાન્ટમાં જવા દેવા માટે દમણ અને સિલ્વાસા પ્રશાશન દ્વારા કોઈ જ પ્રકારનો સહયોગ આપવામાં આવ્યો ન હતો જેના પગલે સ્થાનિક ઉદ્યોગપતિઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
આ બાબતે વાપીના સ્થાનિક ઉદ્યોગ જગતગના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વાપી વિસ્તારમાં કાર્યરત કંપનીઓ પૈકી ઘણીબધી કંપનીઓના પ્લાન્ટ અને ફેકટરીઓ યુનિયન ટેરેટરીના સિલ્વાસા અને દમણ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં પણ સંલગ્ન યુનિટ ધરાવે છે.લોકડાઉન દરમ્યાન વિશેષ કોમોડિટી ધરાવતી કંપનીઓને શરૂઆતથી જ શરતી છૂટછાટ સાથે કામગીરી કરવા સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી હતી જેથી વાપી ઇન્ડસ્ટ્રીના કેટલાક પ્લાન્ટ શરૂઆતથી જ કાર્યરત છે પરંતુ આ કંપનીઓના જે પ્લાન્ટ કે સ્ટાફ દમણ સિલ્વાસા કે ગુજરાતમાંથી ટેરેટરી વિસ્તારમાં આવનજાવન કરી કામકાજ કરી રહ્યા હતા એવા જરુરી સ્ટાફ અને બોર્ડરના ગુજરાતના ગામોના કામદારોને પણ સિલ્વાસા-દમણમાં એન્ટ્રી આપવામાં આવતી ન હતી.આ બાબતે વાપીના સ્થાનિક ઉદ્યોગપતિઓ દ્વારા અનેકવાર સ્થાનિક ધારાસભ્યો અને સંસદસભ્યોને પણ રજુઆત કરાઈ હતી છતાં પણ આ બાબતે કોઈ જ નક્કર પગલાં કે વ્યવસ્થા ઇન્ડસ્ટ્રીના હિતાર્થે લેવાય ન હતી.આ બાબતે છેક ગુજરાત રાજ્યના સીએમ વિજય રૂપાણી અને વડાપ્રધાન પીએમઓ ઓફિસ સુધી લેખિત અને ટેલિફોનિક રજુઆતનો દૌર ચાલ્યો હતો જેમાં આજે કરોડો રૂપિયાનું નુકશાન વેઠી ચુકેલી કંપનીઓ અને વિવિધ ફેડરેશન દ્વારા કરાયેલી રજૂઆતના અંતે દમણ પ્રસાશન દ્વારા પાસ આધારિત મંજૂરી સાથે આજરોજ પ્રવેશ આપવા કુંતા ગામેથી દમણ બોર્ડરની એન્ટ્રી ખોલવામાં આવી છે.જયારે સિલવાસામાં ફેમ (FEDRATION OF SILVASA INDSUTRY ASSOCIATION) દ્વારા કલેક્ટર દાદરાનગર સંદીપ સિંઘને રૂબરૂ રજુઆત કરાયા બાદ છેલ્લા 15 દિવસથી ઉદ્યોગપતિઓની મેરેથોન બેઠક અને દમણ સિલવાસામાં કામદારો સ્ટાફને પ્રેવશ અપાવની રજુઆત પ્રસાશનના કાને પડી હતી અને સિલ્વાસા બોર્ડરના લવાછા અને પીપલીયા ગામને અડેલી બોર્ડર સ્ટાફ કામદારો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે વાપી ઇન્ડસ્ટ્રીના ઉદ્યાગકારોએ પોલીટીકલ એપ્રોચ પણ કર્યા હતા અને તેમની ઇન્ડસ્ટ્રીના પ્રશ્ને છેક દિલ્હી સુધી રજુઆત કરી હતી જેના પગલે છેલ્લા 60 દિવસથી દમણ સિલ્વાસામાં પ્રવેશ બાબતે સ્ટાફ અને કામદારોને તેમજ પ્લાન્ટ ચાલુ કરવાના મુદ્દે ભારે માથાકૂટ અને આક્રોશ ઉદ્યોગપતિઓમાં જોવા મળ્યો હતો જેના પગલે છેવટે દમણ અને સિલ્વાસા બોર્ડર કંપનીઓના કર્મચારી અને કામદારો માટે પ્રેવશમુક્ત કરવાનો નિર્ણય બંને ટેરેટરીના પ્રશાશન અને કલેકટર દ્વારા લેવાયો હતો અને આજરોજ પ્રવેશ આપવાનું શરુ કરવામાં આવ્યું છે.
બીજી તરફ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાના લેટર કે જેમાં લોકડાઉનમાં કંપનીઓને ETP ઓપરેટરોની ગેરહાજરી હોવાથી એકમોને ડિસ્ચાર્જના નિયોમોમાંથી રાહત આપવામાં આવે તેવી જીપીસીબીના મેમ્બર સેક્રટરીને રજુઆત કરતા વિવાદનો મધપુડો છેડાયો છે,જયારે વાપીના કેટલાક ઉદ્યોગ જૂથમાં એ પણ ચર્ચા છેડાય છે કે VIAએ પ્રમુખ ભદ્રાએ દમણ સિલ્વાસામાં પ્લાન્ટ ચાલુ કરવા અને કારીગરોને પ્રવેશ મળે એ મુદ્દે ધારદાર રજુઆત કે પત્ર લખ્યો હોત તો ઇન્ડસ્ટ્રીના હિતાર્થે લેખાય હોત.ઉપરાંત VIAએ દ્વારા વલસાડ કલેક્ટર ખરસાણ સાથે વિડિઓ કોન્ફરન્સિંગ યોજી રજુઆત કરાઈ હતી જેમાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈને પણ સ્થાનિક ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને પણ દમણ સિલ્વાસામાં શરૂઆતી લોકડાઉનના તબબકામાં પ્રવેશ આપવામાં આવે જેથી કામદારો અને સ્ટાફ સાથે ટેરેટરીમાં પ્લાન્ટ શરુ થઈ શકે પરંતુ તેમાં કોઈ અસરકારક પરિણામ મળ્યું ન હતું અને હવે લોકડાઉન હળવું કરાયા બાદ દમણ સિલ્વાસા પ્રશાશને નિર્ણય લેતા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચા છે.દક્ષિણ ગુજરાતના સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશને પણ લોકડાઉન વખતે દમણ અને સિલ્વસા કલકટરને કારીગરો અને સ્ટાફના પ્રવેશ બાબતે રજુઆત કરાઈ હતી છતાં ઉદ્યોગકરોને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા હતા જે બાબતે સરીગામ ઇન્ડસ્ટ્રીના નવનિયુક્ત પ્રમુખ શિવદાસને જણાવ્યું હતું.ઉક્ત બાબતે અનેકવાર રજુઆત કરાયા બાદ આજરોજ બોર્ડર ખોલી કમ્પનીઓના સ્ટાફને એન્ટ્રી આપવાનો નિર્ણય સિલ્વાસા અને દમણ પ્રશાશન દ્વારા લેવામાં આવ્યો છે જેનો અમલ 1લી જૂનથી કરાશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું


