બેંગલુરૃઃ કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપના ૧૦થી વધુ ધારાસભ્યો મુખ્યમંત્રી યેદિયુરપ્પાથી નારાજ હોવાની વાત સામે આવી છે. આ ધારાસભ્યોએ મુલાકાત કરી મુખ્યમંત્રી વિરૂધ્ધ યેદિયુરપ્પાની ફરિયાદ કરવાનું નકકી કર્યુ છે.
ધારાસભ્યોનો આરોપ છે કે કોરોના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ધારાસભ્યો સાથે વાતચીત નથી કરતા.વિધાનસભામાં પણ કોરોના સંકટ ઉપર યેદિ ધ્યાન ન દેતા હોવાનો પણ આરોપ લગાડયો છે.ધારાસભ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ,ગૃહમંત્રી અમિતભાઈ અને પાર્ટી અધ્યક્ષ નડ્ડાજીને આ અંગે ફરિયાદ કરી શકે છે.ધારાસભ્યોએ તેમના મત વિસ્તારોમાં વધી રહેલ કોરોના સંકટ ઉપર પણ મુખ્યમંત્રી ધ્યાન ન દેતા હોવાનું જણાવેલ.છેલ્લા ત્રણ મહિનાથી યેદિયુરપ્પાએ ધારાસભ્યો સાથે મુલાકાત તો દુર ફોન ઉપર પણ વાત ન કરી હોવાનું નારાજ ધારાસભ્યોએ જણાવેલ.ઉપરાંત સરકારની કાર્યપ્રણાલી પણ કેટલાક ધારાસભ્યો મુજબ ખુબ જ ખરાબ છે,જેના કારણે ધારાસભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મોટા ભાગે નારાજ ધારાસભ્યો ઉતરી કર્ણાટકના છે. આ તમામ ધારાસભ્યોએ ગઈકાલે મોડી રાત્રે મળ્યા હતા.


