રત : સુરતમાં દર ઉનાળામાં ભારે ગરમીના કારણે પાણીની ડિમાન્ડમાં વધારો થાય છે પરંતુ હાલમાં કોરોના અને લોકડાઉનના કારણે સુરત મ્યુનિ. વિસ્તારમાં પાણીની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયા છે. સુરતમાં 18 લાખથી વધુ લોકો પોતાના વતન જતાં રહેતાં પાણીની ડિમાન્ડ ઘટી ગઈ છે.ઉનાળાની આકરી ગરમી છતાં પણ પાણીની ડિમાન્ડમાં ઘટાડો થતાં તંત્રને રાહત થઈ છે.
સુરતમાં કોરોનાના કારણે પહેલું લોક ડાઉન થયું હતું ત્યારે પાણીની ડિમાન્ડમાં 20 ટકા જેટલો વધારો આવ્યો હતો.લોકો ઘરમાં હોવાના કારણે ઘરની સફાઈની કામગીરી કરવા સાથે વારંવાર હાથ ધોવા અને દિવસમા એક કરતાં વધુ વાર લોકો નાહતા હોવાથી પહેલા લોક ડાઉનમાં પાણીની ડિમાન્ડમાં વધારો થતાં મ્યુનિ.તંત્રએ 20 ટકા પાણીનો વધારો કરીને 1260 એમ.એલ.ડી.(મિલિયન લિટર પર ડે) આપવામા આવતું હતું.પરંતુ લોક ડાઉન 03 બાદ સુરતમાં વસતાં અન્ય પ્રાંતના લોકો માટે સુવિધા ઉભી થતાં સુરતમાં નોકરી ધંધા માટે આવેલા લોકોએ વતન તરફ દોટ મુકી હતી.અત્યાર સુધીમાં સુરતમાંતી 18 લાખની આસપાસ લોકો અન્ય રાજ્ય કે અન્ય શહેરમાં જતાં રહ્યાં છે.
સુરતમાં એક સાથે 18 લાખની વસ્તી જતાં રહેતાં પાણીની ડિમાન્ડમાં ઘટાડો નોંધાતા 40 એમ.એલ.ડી. પાણીનો જથ્થો મ્યુનિ.તંત્ર ઓછો આપી રહી છે.હાલમાં ઉનાળો હોવા સાથે આકાશમાં આગની જેમ ગરમી વરસી રહી છે ત્યારે દર વર્ષે પાણીની ડિમાન્ડ વધુ હોય અને મ્યુનિ. તંત્ર દર વર્ષે ઉનાળામાં 20થી 40 એમ.એલ.ડી. પાણી વધુ આપતી હોય છે પરંતુ હાલ વસ્તી ઓછી હોવાથી મ્યુનિ.તંત્ર રોજ 1240 એમ.એલ.ડી. પાણી આપતી હતી તેની જગ્યાએ 1200 એમ.એલ.ડી. પાણી આપી રહી છે.તેમ છતાં પાણીનો કોઈ કકળાટ સાંભળવા મળતો ન હોવાથી મ્યુનિ.તંત્રનું ટેન્સન દુર થયું છે.


