વટામણથી તારાપુર જવાના રોડ પર ગઈકાલે મોડી રાત્રે ડફેર ગેંગના શખ્સોએ 7 જેટલી ટ્રકોના ડ્રાઈવરોને અવાવરૂ સ્થળે લઈ જઈ માર મારી લૂંટ ચલાવી છે.આ લૂંટ બાદ લૂંટનો ભોગ બનેલા ડ્રાઈવર-ક્લિનરોએ એક વીડિયો વાઈરલ કરી આપવીતી સંભળાવીને વાહન ચાલકોને ચેતવ્યા છે.
જેમાં એક ભાઈ કહે છે કે,અમારી ભાવનગરની ગાડી છે,જેમાં લોખંડ ભર્યું હતું.વટામણ-તારાપુર રોડ પર 10 કિલો મીટરના અંતરમાં ગાડીઓ લૂંટાણી છે.જેમાં એક અમરેલીના ચિત્તલની અને બીજી 6 ભાવનગરની ગાડી લૂંટાય છે.મારી પાસેથી રૂ.25 હજાર રોકડા ગયા છે અને ખિસ્સામાં કંઈ રહ્યું નથી. જ્યારે અન્ય એક વ્યક્તિ કહે છે મારા રૂ.30 હજાર અને રૂ.20 હજારનો મોબાઈલ ગયો છે.જ્યારે માથાથી લઈ પીઠના ભાગે માર મારવામાં આવ્યો છે.
આ ઉપરાંત ભાવનગરના એક વ્યક્તિએ કહ્યું કે, મારા હાથના કડલા અને છૂટા રૂ.6-7 હજાર ગયા છે.આ ઘટના અંગે જાણ થતા અમદાવાદ રેન્જ આઈ.જીએ લૂંટનો ગુનો નોંધીને તપાસના આદેશો આપ્યા છે.


