વલસાડ,02 જૂન : એલઆઇજીમાં રહેતી અને હરિયા હોસ્પિટલમાં છેલ્લા 6 માસથી નર્સ તરીકે ફરજ બજાવતી 35 વર્ષીય મહિલાએ રવિવારે રાત્રીએ એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.વાપી ગુંજનના એલઆઇજી 1માં બિલ્ડિંગ નંબર 47માં રહેતી અને હરિયા હોસ્પિટલમાં સર્જીકલ નર્સ તરીકે ફરજ બજાવતી 35 વર્ષીય નમ્રતા નીતિન ચૌહાણ સોમવારે સવારે તેમના રૂમમાં એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.રાત્રીએ નમ્રતા ચૌહાણે ફાસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.પીઆઇ એન.વી.કામળિયા અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક નમ્રતાનો પરિવાર જેમાં તેમનો પતિ અને બાળકો વતન મહારાષ્ટ્રના રત્નાગીરીમાં રહે છે.જ્યારે નમ્રતા વાપીમાં એકલા જ રહેતા હતા.તપાસ કરનારા હેકો ચિંતામણ રાઠોડના જણાવ્યા મુજબ ક્યા કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયું નથી.