વલસાડ,02 જૂન : વલસાડ ડીડીઓએ 15મે કરેલા પરિપત્રમાં જણાવ્યુ હતુ કે ગત વર્ષે ડિઝાસ્ટરના તાલુકાના કંટ્રોલરૂમના નકલ ધ્યાને લેતા તલાટીના ઓર્ડર કંટ્રોલરૂમ ડયુટી ખાતે કરેલા હતાં.આવા કિસ્સાઓમાં જો એજ ગામમાં કોઇ આપતિ આવી પડે કે ઝુંપડા-મકાન નુકસાન કે માનવ મૃત્યુ વગેરે બનાવમાં તલાટીની હાજરી ગામમાં અનિવાર્ય બની રહે છે.ગ્રામ્યકક્ષાની અગત્યની કામગીરી ખોરંભે ન ચડે તે માટે તલાટીના ઓર્ડર કંટ્રોલ રૂમની ડયુટી ખાતે નહિ કરવાનો હુકમ કર્યો હતો. જયારે પારડી મામલતદાર એન.સી.પટેલે સોમવારે મામલતદાર કચેરીનો સ્ટાફ અને ગ્રામ્ય વિસ્તારના તલાટીઓને કંટ્રોલરૂમની કામગીરી કરવા માટેનો ઓર્ડર કર્યો છે.
એક તરફ ડીડીઓ તલાટીઓને કંટ્રોલરૂમની કામગીરી માટે ના પાડે છે,બીજી તરફ મામલતદાર તલાટીઓને કામગીરી સોંપતા અધિકારીઓમાં જ સંકલનનો અભાવ જોવા મળે છે.આ અંગે ડીડીઓ સાથે ચર્ચા થઇ હતી,ઓછા સ્ટાફ હોવાથી કંટ્રોલરૂમની કામગીરી તલાટીઓને સોંપવામાં આવી છે.જે ગામમાં હોનારત કે મોટી ઘટના હશે ત્યારે તલાટીઓને ત્યાં મોકલવામાં આવશે.કંટ્રોલરૂમમાં અન્ય કર્મચારીને જવાબદારી સોંપાશે.પારડી મામલતદાર એન.સી.પટેલ દ્વારા જણાવાયું હતું.

