જેસિકાલાલ મર્ડર કેસના મુખ્ય આરોપી મનુ શર્માની આજીવન કેદની સજા માફ

276

જેસિકાલાલ મર્ડર કેસના આરોપી એવા મનુ શર્માને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય દિલ્હી સરકારે કર્યો છે.આ નિર્ણય જેલમાં તેના સારા વ્યવહારને લઈને કરવામાં આવ્યો છે.મનુ શર્મા સહિત અન્ય અલગ અલગ કેસના 19 આરોપીઓને પણ તેમના વ્યવહારને ધ્યાનમાં રાખી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મનુ શર્માને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.1999માં મનુ શર્માને જેસિકાલાલ મર્ડર કેસમાં સજા થઈ હતી. તે તિહાર જેલમાં સજા ભોગવી રહ્યો હતો.બહુચર્ચિત જેસિકા લાલ મર્ડર કેસમાં ઉમરકેદની સજા કાપી રહેલા મનુ શર્માને સોમવારે તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. દિલ્હી સજા સમીક્ષા બોર્ડે જેસિકા લાલ હત્યાકાંડમાં જનમટીપની સજા કાપી રહેલા મનુ શર્માની સમય પહેલા મુક્તિ માટે ભલામણ કરી હતી.સજા સમીક્ષા બોર્ડ દ્વારા સજા માફી માટે છ વાર નામની ભલામણ કર્યા પછી દિલ્હી ઉપરાજ્યપાલ અનિલ બૈજલે અંતિમ અરજીને સ્વીકાર કરતા સજા માફ કરી હતી. મનુ શર્માને દિલ્હીની તિહાર જેલમાંથી 18 અન્ય કેદી સાથે મુક્ત કરાયો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પુત્ર મનુ શર્માએ 30 એપ્રિલ 1999ના રોજ એક પાર્ટીમાં ડ્રિન્ક સર્વના કરતા રોષે ભરાઇન મોડલ જેસિકા લાલની હત્યા કરી નાંખી હતી.આ હત્યાકાંડમાં આરોપી મનુ શર્માને ઉમરકેદની સજા થઇ હતી.2018માં જેસિકાની નાની બહેન સબરીના લાલે મનુ શર્માને માફી આપતા તેને મુક્ત કરવા સામે કોઇ વાંધો ન હોવાની સ્પષ્ટતા કરી હતી.જેસિકા લાલ હત્યાકેસમાં આરોપ મનુ શર્માએ આશરે 16 વર્ષ સજા ભોગવી હતી.

Share Now