વલસાડ,03 જૂન : નિસર્ગ વાવાઝોડુની વધારે અસર દમણને થતી હોવાની આશંકાને લઈ તંત્ર દ્વારા અનેક પગલા ભરાયા છે.નાની દમણ સ્થિત દેવકા રોડ પર આવેલી સરકારી મરવડ હોસ્પિટલ દરિયા કિનારાની નજીક હોવાથી સુરક્ષાને લઈ મંગળવારે ખાલી કરાવી દેવામાં આવી હતી.દરિયા કિનારાથી 500 મીટરના એરિયામાં દમણની મરવડ સરકારી હોસ્પિટલ આવતી હોવાથી તંત્ર દ્વારા તેની સુરક્ષા માટે પણ ખાસ આયોજન કરાયું છે.હાલમાં 45 દર્દીઓની સારવાર ચાલી રહી છે જે પૈકી ડિસ્ચાર્જ થવા લાયક પેશન્ટને રજા આપી દેવામાં આવી હતી.જ્યારે અન્ય દર્દીઓને કચીગામની સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા.