વલસાડ,03 જૂન : સરકારના મેટ્રોલોજિકલ વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાત સર્જાવાને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે મોડી સાંજે બુધવારે ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ રાખવાનો અનુરોધ કરી કામદારો અને કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવા આદેશ કર્યો છે.કલેકટરે જણાવ્યા મુજબ 3 જૂને જોખમી કેમિકલ અથવા વાયુઓને સંગ્રહિત કરતી ટાંકીઓના વાલ્વ યોગ્ય રીતે બંધ કેમિકલ બહાર ન આવે તે રીતે સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે.