દિલ્હી : દિલ્હી ના રાજકારણ માં છેલ્લા 3-4 દિવસો થી કોઈ કોઈ ના કારણોસર ગરમાવો આવી રહ્યો છે.પહેલા ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી ની રાજધાની ની સીમા સીલ કરવા ના મુદ્દે ધરપકડ,ત્યાર બાદ ગઈ કાલે મનોજ તિવારી ની અધ્યક્ષ પદે થી હકાલપટ્ટી અને આજે ભાજપ ના નેતા રાહુલ સિંહ ની હત્યા કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ,રાહુલ સિંહ ની ઉર્ફે ભૂરું સિંહ એ પૂર્વ દિલ્હી ના વેસ્ટ વિનોદ નગર ના પૂર્વ પ્રત્યક્ષી છે.જેની 6 જેટલી ગોળીઓ મારી નેં દિન દહાડે હત્યા કરી દેવામાં આવી છે.રાહુલ સિંહ આજે જ્યારે સવારે મોર્નિંગ વોક માં નીકળ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમો એ 6 ગોળી મારી હત્યા નિપજાવી હતી.અગાઉ પણ 8 મહિના પહેલા રાહુલ સિંહ પર હુમલો થયેલ હતો. આપસી રંજીશ માં રાહુલ સિંહ નું ખૂન થયેલ હોવાનું ચર્ચાઈ રહેલ છે.