મોસ્ટ વોન્ટેડ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કોરોના થયો હોવાની વાત સામે આવી છે.દાઉદની સાથે તેની પત્ની મહજબીનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવાની વાત મળી છે.આ અંગે સીએનએનન્યૂઝ18એ કરેલા દાવામાં કહેવામાં આવ્યું છે કે દાઉદને કરાંચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સાથે જ એમ પણ જણાવાયું છે કે દાઉદના ગાર્ડસ અને અન્ય સ્ટાફને પણ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.જો આ વાત સાચી હોય તો દાઉદ પાકિસ્તાનમાં હોવાના ભારતના દાવા પણ સાચા સાબિત થશે.1993ના મુંબઈ સીરીયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ દાઉદ અંડરવર્લ્ડ ડોન છે.જે ભારતમાંથી ફરાર થયેલો છે. દાઉદના પરીવારમાં તેની પત્ની મહજબીન અને ચાર સંતાનો છે.મુંબઇ બ્લાસ્ટના આરોપી અને દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ને કોરોના થઈ ગયો છે. દાઉદના ગાર્ડ્સ અને બીજા સ્ટાફને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે.દાઉદની પત્ની મહઝબીનનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાંનો દાવો છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે.જો કે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવી રહી છે.ટૉચના સૂત્રોનાં જણાવ્યાં મુજબ આ ખબર સંપૂર્ણપણે સાચી છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ દાઉદ છેલ્લા ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં સંતાઇને રહે છે.જો કે પાકિસ્તાન સતત આ વાતનો ઇન્કાર કરતું રહ્યું છે.ભારતે દાઉદ પાકિસ્તાનમાં હોવાના પુરાવા પણ આપ્યાં છે પરંતુ પાકિસ્તાન ભારતની વાતને ગંભીરતાથી લેતું નથી.

