રાજ્યસભાની ચુંટણી પહેલા જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડવાનો દોર શરુ થયો છે તેને ધ્યાનમાં રાખી આજે કોંગ્રેસએ પોતાના બાકી બચેલા ધારાસભ્યોને અલગ અલગ ગૃપમાં રિસોર્ટમાં એકત્ર કર્યા છે.આ સંદર્ભે રાજકોટના નીલ સિટી રિસોર્ટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના 22 ધારાસભ્યોને પહોંચવા સુચના આપી દેવામાં આવી હતી.જેના પગલે આજે સવારથી જ રાજકોટ ખાતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો એકત્ર થવા લાગ્યા હતા. આજે રાજકોટ ખાતે હાર્દિક પટેલ,લલિત વસોયા,વિક્રમ માડમ પહોંચી ચુક્યા છે.જ્યારે સાંજ સુધીમાં અન્ય પણ અહીં આવી પહોંચશે.આજે જે ધારાસભ્યો રાજકોટ પહોંચશે તેની યાદી નીચે જણાવ્યાનુસાર છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 19 ધારાસભ્યો પહોંચશે નીલ સિટી રિસોર્ટમાં
પડધરી ટંકારા – લલિત કગથરા
ધોરાજી ઉપલેટા – લલિત વસોયા
વાંકાનેર – મોહમદ પીરજાદા
અમરેલી – પરેશ ધાનાણી
સાવરકુંડલા – પ્રતાપ દુધાત
રાજુલા – અમરીશ ડેર
લાઠી – વિરજી ઠુમર
જામ જોધપુર – ચિરાગ કાલરીયા
કાલાવડ – પ્રવીણ મૂછડીયા
જામ ખંભાળીયા – વિક્રમ માડમ
જૂનાગઢ – ભીખાભાઈ જોશી
વિસાવદર – હર્ષદ રિબડીયા
માંગરોળ – બાબુભાઇ વાજા
ચોટીલા – ઋત્વિજ મકવાણા
પાટડી દસડા-નૌશાદ સોલંકી..
ઉના – પુંજા વંશ
સોમનાથ – વિમલ ચુડાસામા
તાલાળા – ભગવનભાઈ બારડ
કોડીનાર – મોહનભાઇ વાળા


