નવી દિલ્હી: દેશમાં આર્થિક મંદી અને સંબંધીત સ્થિતિ છતાં કરવેરાનું કલેકશન તેના પ્રમાણભૂત પ્રક્રિયા મુજબ જળવાઈ રહ્યું છે.સરકાર દ્વારા આ અંગે રજુ કરાયેલા તર્કમાં જણાવાયું છે કે 2019-20ના વર્ષનું ડાયરેકટ ટેક્ષ કલેકશનમાં સીધા આવકવેરામાં નવા કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડા છતાં કરવેરા વસુલાતની સરેરાશ યથાવત રહી છે.
2018-19ના સીધા કરવેરાની આવક કરતા 2019-20ની નેટ આવક ઘટી છે પણ આ આવક ઘટાડાનું કારણ અપેક્ષિત હતું અને તે કામચલાવ પણ છે. સરકારે સીધા કરવેરાના ક્ષેત્રમાં જે નિર્ણયાત્મક રીતે ઘટાડો કરાયો છે.કોર્પોરેટ ટેક્ષ અને આવકવેરામાં જે ફેરફાર કર્યા ઉપરાંત ઉંચા ટેક્ષ રીફંડ આપ્યા તેના કારણે નેટ આવક ઘટી છે.2019-20ના નાણાકીય વર્ષમાં રૂા.12.3 લાખ કરોડની રકમ મળી છે.જે 4.9%નો ઘટાડો સૂચવે છે પણ તે રૂા.1.68 લાખ કરોડનો ઘટાડો એ કરવેરાના માળખામાં જે ફેરફાર થયા છે તેના કારણે છે.જયારે જો સરેરાશ જોઈએ તો સીધા કરવેરાની આવક 8% વધી છે. જો કે સરકારે બજેટ સમયે જ વેરા લક્ષ્યાંક ઘટાડી દીધા હતા.