ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામી ને મુંબઈ પોલીસ દ્વારા ફરી નોટીસ

275

મુંબઈ/નવી દિલ્હી, 09 જૂન : મુંબઈ પોલીસે ટીવી પત્રકાર અર્ણબ ગોસ્વામીને નોટિસ ફટકારી છે અને બુધવારે સવારે 11 વાગ્યે તેને પાયધૂની પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.આ નોટીસ પાયધૂની પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુરેશ ગાયકવાડે આપી છે.

પાલઘરમાં એપ્રિલ મહિનામાં ગડચિંચલે ના ગ્રામજનોએ બે સાધુઓ અને તેમના ડ્રાઇવરની નિર્દયતાથી હત્યા કરી હતી.આ પછી ટીવી પત્રકાર અર્ણબ ગોસ્વામીએ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.તેથી કોંગ્રેસના કાર્યકરોએ સોનિયા ગાંધી પર આપેલા નિવેદનના વિરોધમાં નાગપુરમાં અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.પરંતુ આ કેસ મુંબઇમાં તબદીલ કરવામાં આવ્યો હતો અને આ કેસમાં મુંબઈ ની નામ જોશી માર્ગ પોલીસે,અર્નાબ ગોસ્વામી ની 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.પાયધૂની પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સુરેશ ગાયકવાડે, રવિવારે આ મામલાની પૂછપરછ માટે અર્નબ ગોસ્વામીને બે નોટિસ ફટકારી હતી.નોટિસમાં અર્ણવ ગોસ્વામીને બુધવારે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ પણ આપ્યો હતો

Share Now