દેશમાં જ્યારે મંદીનો માહોલ છે અને ધંધા-વેપાર સેટ થવા પ્રયત્ન કરી રહ્યા છે તે સમયે ભાજપે હવે તેના ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દીધો છે.રવિવારે અમિત શાહની બિહારની વર્ચ્યુઅલ રેલી યોજાઈ હતી અને તેમાં 10 હજાર એલઇડી સેટસ સહિતની વ્યવસ્થા થઇ તથા આ વર્ચ્યુઅલ રેલી માટે દરેક બુથ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.તો બીજી તરફ આજે પશ્ર્ચિમ બંગાળમાં આવી જ વર્ચ્યુઅલ રેલી અમિત શાહ યોજી રહ્યા છે અને તેમાં પણ લાખો રુપિયાનો ખર્ચ થશે. ગુજરાતમાં ભાજપે જે રીતે ધારાસભ્યોને ખેડવવા મોટાપાયે નાણા વેર્યા હોવાનુંં માનવામાં આવે છે તે ઉપરાંત મધ્યપ્રદેશમાં ભાજપે માલામાલ કરી દીધા તેના પરથી એ નિશ્ર્ચિત છે કે ભાજપને મંદી નડતી નથી.