કાનપુર : ગ્રાહકોના પૈસાને સુરક્ષીત રાખવા RBI સતત બેન્કો પર ગાળીયો કસી રહ્યું છે.આ જ કારણે દેશમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીયે નાની મોટી કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.કોઈ બેન્કને દંડ ફટકારવામાં આવ્યો છે તો કોઇ બેન્ક પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બેન્ક પર RBI તરફથી પાબંદી લગાવી દેવાથી ગ્રાહકો પર મુશ્કેલી આવે છે.હવે RBI કાનપુર સ્થિત પીપલ્સ કોઓપરેટીવ બેન્ક પર કાર્યવાહી કરી છે.RBIએ આ બેન્કને 6 મહિના માટે તેના કામ પર પાબંદી લગાવી દીધી છે.આના ભાગ રૂપે બેન્ક હવે આગામી 6 મહિના સુધી ગ્રાહકોને લોન આપી શકશે નહી અને ડિપોઝીટ સ્વીકાર કરવાથી રોક લગાવી દીધી છે.આ સિવાય આ સહકારી બેન્કથી કોઇ ડિપોઝીટર રકમને ઉપાડી શકશે નહી હાલ આ સુવિધા પર રોક લાગી જશે.
RBI એ એક નિવેદનમાં કહ્યું કે 10 જૂન 2020થી બેન્ક રિઝર્વ બેન્ક પાસેથી લેખીતમાં પરવાનગી વગર કોઇને નવી લોન કે જુની બાકી રકમની ચુકવણી કરી શકશે નહી.આ સિવાય બેન્ક કોઇ નવો આદેશ ન આવે ત્યાં સુધી રોકાણ કરી શકશે નહી તેમજ નવી જમા રકમ સ્વીકાર કરી શકશે નહી.
આ સિવાય રિઝર્વ બેન્કે સહકારી બેન્ક ઉપર કોઇ સંપત્તિ વેચી,સ્થાનાંતરિત કરીને તેનું રોકાણ કરે તેના પર રોક લગાવી દેવામાં આવી છે.કેન્દ્રીય બેન્કે કહ્યુ કે તમામ બચત બેન્ક ચાલુ ખાતા કે જમાકર્તાઓને કોઇ પણ અન્ય ખાતામાં કુલ શેષ રાશિ કાઢવાની અનુમતિ આપશે નહી.
RBI આ નિર્ણયકાનપુર સ્થિત પીપલ્સ કો ઓપરેટીવ બેન્કની નબળી સ્થિતિને કારણે કર્યો છે.હાલ આ નિર્દેશ 10 જૂનથી છ મહિના સુધી લાગુ રહેશે અને સમીક્ષા કર્યા પછી તેમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે.જો કે RBIએ એ પણ સ્પષ્ટ કર્યુ છે કે આ નિર્દેશથી બેન્કના લાઇસન્સ પર કોઈ અસર થશે નહી.