મુંબઇઃ ભારતે વર્ષ 2019માં 51 અબજ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ (FDI) પ્રાપ્ત કર્યુ છે અને આ સાથે તે વર્ષ દરમિયાન દુનિયાભરમાં સૌથી વધુ FDI પ્રાપ્ત કરનાર દેશોની યાદીમાં ભારતે 9મો ક્રમે મેળવ્યો છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘના વેપાર એકમની એક રિપોર્ટમાં આ માહિતી મળી છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘના વેપારઅ અને વિકાસ સંમેલન એ જારી કરેલા એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે, ભારતમાં કોરોના વાયરસની મહામારી બાદ નબળી પરંતુ સકારાત્મક આર્થિક વૃદ્ધિ હાંસલ થવી અને ભારતના વ્યાપક દેશની માટે મૂડીરોકાણ આકર્ષિત કરતા રહેશે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2020માં જણાવ્યુ છે કે ભારત 2019માં 51 અબજ ડોલરનું FDI હાંસલ કરવાની સાથે વર્ષ દરમિયાન દુનિયાભરના દેશોની યાદીમાં આ મામલે 9માં સ્થાને રહ્યુ છે.આની પહેલા વર્ષ 2018માં ભારતે 42 અબજ ડોલરનું FDI પ્રાપ્ત કર્યુ હતુ. ત્યારે ભારત FDI પ્રાપ્ત કરનાર દેશોની યાદીમાં 12માં સ્થાને હતુ.
વિકાસશીલ એશિયન ક્ષેત્રમાં ભારત સૌથી વધુ FDI પ્રાપ્ત કરનાર ટોચના પાંચ દેશોમં શામેલ છે.રિપોર્ટમાં જણાવ્યુ છે કે 2020માં દુનિયાભરમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં 40 ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂકાયો છે.આ ઘટાડો વર્ષ 2019માં થયેલા 1540 અબજ ડોલરના મૂડીપ્રવાહની તુલનાએ રહેશે. જો આવુ થશે તો તે વર્ષ 2005 પછીની પ્રથમ ઘટના હશે જ્યારે દુનિયાભરના દેશોમાં FDI પ્રથમવાર 1000 અબજ ડોલરની નીચે જશે.
કોરોના વાયરસની મહામારીને પગલે એશિયાના વિકાસશીલ દેશોમાં FDI પ્રવાહ 2020માં 45 ટકા ઘટવાનો અંદાજ મૂકાયો છે.દક્ષિણ એશિયાના દેશોમાં પણ FDI ચાલુ વર્ષે ઘટવાની ધારણા છે.