નવી દિલ્હીઃ કોરોના સંકટના કારણે ભારતના સ્ટાર્ટઅપ ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગો રોકડની તંગીમાંથી પસાર થઈ રહ્યા છે.આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા પણ આ એકમોને કોઈ મદદ નથી મળી રહી.લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એક ચિંતાજનક બાબત સામે આવી છેકે ૪૨ ટકા ઉદ્યોગો રોકડની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે.સર્વે પ્રમાણે ૩૮ ટકા ઉદ્યોગો પાસે કોઈ જ રોકડ નથી બચી અને ૪ ટકા ઉદ્યોગ સાહસો લોકડાઉનના કારણે પડેલી તમામ પ્રકારની સમસ્યાથી પોતાનો ધંધો બંધ કરી રહ્યા છે.આશરે ૩૦ ટકા જેટલા ઉદ્યોગોએ પોતાના પાસે ત્રણ કે ચાર મહીના ચાલે તેટલી જ રોકડ બચી હોવાનું જણાવ્યું હતું.સર્વેમાં સામેલ ૧૬ ટકા ઉદ્યોગોએ પોતાના પાસે આગામી ૩-૪ મહીના કામકાજ ચલાવી શકાય તેટલી જ રોકડ બચી છે તેમ કહ્યું હતું.લોકલ સર્કલ્સ એક કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તેના સર્વેમાં ૮,૪૦૦ જેટલા સ્ટાર્ટઅપ,ઉદ્યોગ સાથે સંકળાયેલા ૨૮,૦૦૦થી વધારે લોકો સામેલ થયા હતા. અભ્યાસ પ્રમાણે અનલોક-૧ના કારોબાર પર અસર જણાઈ રહી છે પરંતુ ગાડી કાંઈ ખાસ પાટા પર નથી ચડી.એપ્રિલથી જૂન મહીના દરમિયાન રોકડની તંગીવાળા સ્ટાર્ટઅપ અને જીસ્ઈના ફાળો ૨૭ ટકાથી વધીને ૪૨ ટકા થઈ ગયો છે.છેલ્લા બે મહીના દરમિયાન સંસ્થાઓની રેવન્યુ ૮૦થી ૯૦ ટકા દ્યટી ગઈ છે જેથી તેમના માટે ભવિષ્યમાં પોતાનો વેપાર ચલાવવો ખૂબ મુશ્કેલ બનશે.


