નવી દિલ્હી,16 જૂન : ભારતીય વિદેશ સેવાના 1993 બેચના અધિકારી અને ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત સંતોષ ઝા ને,બેલ્જિયમના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમને યુરોપિયન યુનિયનમાં ભારતના રાજદૂત તરીકે પણ માન્યતા આપવામાં આવશે.વિદેશ ખાતાએ માહિતી આપી છે કે, સંતોષ ઝા જલ્દીથી ચાર્જ સંભાળશે.