વલસાડ, 17 જૂન : સરીગામથી ફણસા જતા સ્ટેટ હાઇવેને પહોળો કરી નવીનીકરણ કરવા ખોદકામ કરવમાં આવ્યું હતું. પુરાણ ન કરાતાં વરસાદી મોસમમાં માર્ગ પર અકસ્માતનું જોખમ ઉભું થતાં 9મી જૂનના રોજ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જે અહેવાલ બાદ માર્ગનું ઝાડપભેર કામ હાથ ધરતા વાહન ચાલકોએ રાહતનો દમ લીધો છે.સરીગામથી ફણસા જતા સ્ટેટ હાઇવે પર દિવસ દરમ્યાન નાના તથા ભારે વાહનો સતત અવરજવર રહે છે.જે ધ્યાનમાં લઇ સરકાર દ્વારા માર્ગની પહોળાઈ 7 મીટરથી વધારી 10 મીટર કરી, માર્ગના નવીનીકરણ માટે રૂ 14 કરોડની રકમ ફાળવવા આવી છે.માર્ગને પહોળો કરવા એક બાજુથી ખોદકામ હાથ ધર્યું હતું.પરંતુ લોકડાઉનને લીધે માર્ગનું પૂરેપૂરું પુરાણ થઈ શક્યું ન હતું.માર્ગ વરસાદી મોસમમાં વાહનચાલકો માટે જોખમી પુરવાર થાય તેવી પરિસ્થિતિ ઉભી થતાં દિવ્ય ભાસ્કર અંકમાં 9 જૂનના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.હેવાલ પ્રસિદ્ધ થયા બાદ એજન્સી અને તંત્ર સચેત બની વરસાદ ઋતુની આગમન સાથે માર્ગનું યુદ્ધના ધોરણે પુરાણ કામ હાથ ધરતા વરસાદી મોસમમાં વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ થોડું ઓછું થશે.


