વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે 858 હેકટરમાં વાવેતર

286

વલસાડ, 18 જૂન : જિલ્લામાં ચાલૂ વર્ષે જૂનના પ્રારંભિક સપ્તાહમાં જ મેઘરાજાનું આગમન થતાં ધરતીપૂત્રો વાવણીમાં જોતરાઇ ગયા છે.બે જ સપ્તાહમાં જિલ્લામાં 858 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.હજી વાવેતરની કામગીરી ચાલૂ રહી છે.જૂન માસની શરૂઆતથી અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં કુલ 858 હેકટરમાં વાવેતર થતાં ખેતીની કામગીરી પૂરજોશમાં આગળ ધપી રહી છે.જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ સમયસર શરૂ થતાં વાવેતર પણ યોગ્ય સમયે શરૂ થઇ ગયું છે.લોકડાઉન હળવું થયા બાદ મળેલી છૂટ સાથે લોકો ધંધા રોજગારમાં જોડાઇ ગયા છે.સાથે વર્ષાઋતુના આગમન સાથે ધરતીપૂત્રો પણ ખેતીના કામમાં જોતરાઇ ગયા છે.જિલ્લામાં ડાંગરના પાકનું ધરૂ શરૂઆતમાં 650 હેકટરમાં તથા નાગલી સહિતના પાકો 12 હેકટરમાં વાવેતર થયું છે.

Share Now