– દમણનો બુટલેગર દારૂ ભરાવી કારને પાઈલોટિંગ કરી ઓલપાડ સુધી મુકવા આવતો હતો જોકે એલ.સી.બીને બાતમી મળતા દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી
બારડોલી : અનલોક 2 માં ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગર સક્રિય બન્યા છે દમણનો બુટલેગર એક કારમાં દારૂ ભરાવી પોતે બીજી કારમાં પાઈલોટિંગ કરી દમણથી છેક ઓલપાડના એક ગામ સુધી દારૂની ડિલિવરી કરવા આવતો હતો જોકે જિલ્લા એલ.સી.બી ને આ વાતની ગંધ આવી જતા વોચ ગોઠવી ઈંગ્લીશ દારૂ ભરેલી સ્વીફ્ટ કારને ઝડપી પાડી હતી અને દારૂ મંગાવનાર અને પહોંચાડનાર સહિત 3 ને વોન્ટેડ જાહેર કર્યા હતા
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી.પી.એસ.આઈ બી.કે ખાચર સહિતના સ્ટાફના માણસો મંગળવારના રોજ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હે.કો.દીપકભાઈ આનંદરાવ નાઓને બાતમી મળી હતી કે ‘ દમણ ખાતે રહેતો વેદપ્રકાશ ઉર્ફે શાહરુખ નાઓ એક સફેદ રંગની સ્વીટ કાર GJ-27-AH-3681 માં વિદેશી દારૂ ભરાવી સુરત તરફ નીકળી રહ્યો છે અને એક સિલ્વર કલરની મારુતિ સુઝુકી ઇગનીશ કાર GJ-06-KP-8145 માં બેસી દારૂ ભરેલી કારનું પાઈલોટિંગ કરી રહ્યો છે’ આ બાતમી આધારે એલ.સી.બી પોલિસ સ્ટાફના માણસો પલસાણા ખાતે વોચમાં ઉભા હતા જે સમયે નવસારી તરફથી બાતમી વાળી પાઈલોટિંગ કરતી ઇગનીશ કાર આવતા તેને રોકવાની કોશિશ કરતા તે કડોદરા તરફ આગળ વધી હતી જોકે તેની પાછળ દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ચાલક પણ કડોદરા તરફ હંકારી ગયો હતો જોકે પાઈલોટિંગ કરતી કાર કડોદરા તરફ આગળ વધી હતી અને દારૂ ભરેલી સ્વીફ્ટ કાર બલેશ્વર પાટિયા નજીકથી યુ ટર્ન મારી પલસાણા તરફ આગળ વધી હતી જે દરમિયાન પલસાણાની સીમમાં સર્વિસ રોડ નજીક આવેલી અલાઉદીન બિલ્ડિંગની બાજુમાં ખેતરાડીના રસ્તે સ્વીફ્ટ કાર ઉતારી પાડી સ્વીફ્ટ કાર ચાલક ભાગી છૂટ્યો હતો અને ગાડીમાં રહેલો અન્ય એક ઈસમ પોલીસને હાથ લાગ્યો હતો જેને પૂછપરછ કરતા તેને આ દારૂ દમણનો વેદપ્રકાશ ઉર્ફે શાહરુખે ભરાવી ઓલપાડ તાલુકાના કમરોલી ગામે રહેતા અશ્વિનભાઇ પટેલને આપવાનો હોવાનું કબૂલ્યું હતું તેમજ પોલિસે ગાડી માંથી વિદેશી દારૂની નાનીમોટી 517 બોટલો 1.66 લાખની કિંમત સહિત સ્વીફ્ટ કારની કિંમત 3 લાખ મળી 4.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્વીફ્ટ કારમાં રહેલો ઇસમ સમર્થભાઈ રાજેશભાઈ પટેલ(બગવાળા હાઈસ્કૂલ પાસે તા.પારડી જી.વલસાડ)નાઓની અટકાયત કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વોંટેડ આરોપીઓ
1. વોન્ટેડ આરોપી સ્વીફ્ટ કારનો ચાલક રાકેશ પટેલ
2. દારૂનો જથ્થો ભરાવનાર વેદપ્રકાશ ઉર્ફ શાહરુખ રહે (દમણ)
3. દારૂ મંગાવનાર અશ્વિનભાઈ પટેલ (કમરોલી તા.ઓલપાડ જી.સુરત)