ગુજરાતમાં આજે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.ભાજપે તેના તમામ ધારાસભ્યોને વ્હિપ આપી દીધો છે.બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમના બાકી બચેલા ધારાસભ્યોને સાચવી રહ્યાં છે.આ ચૂંટણીમાં માત્ર બે મત માટે રસાકસી સર્જાય તેવી સંભાવના છે.જો કોંગ્રેસમાં ક્રોસવોટીંગ થયું અને બીટીપીના બે મતો મેનેજ થઈ ગયા તો ભાજપની ત્રીજી બેઠક મેળવવાથી કોઇ રોકી શકશે નહીં.કોંગ્રેસ માટે અત્યારે કપરો અને કટોકટીનો સમય ચાલી રહ્યો છે.તેવામાં બીટીપીના મત અને ભાજપ અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્યો બે બસમાં સવાર થઈ મતદાન કરવા પહોંચ્યા હતા તે સમયે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે,કોંગ્રેસના 33 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. જોકે ભાજપ ફરી એકવાર બીટીપીના ધારાસભ્યનું ખરીદ વેચાણ કરવા મેદાનમાં આવી છે.તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપને ગુજરાતના નેતા નહીં પરંતુ બીજેપીનું હાઈ કમાન્ડ કંટ્રોલ કરી રહ્યું છે.જેના પરિણામે જનતાને નુકસાન થઈ રહ્યું છે.કોગ્રેસ પાસે ધારાસભ્યોના પુરતા મત છે. કોરોનાના કાળમાં પણ 2017ની માફક ખરીદ વેચાણ ભાજપે કર્યું છે.