ભારત-ચીન વચ્ચે યુધ્ધનાં ભણકારા વાગી રહ્યા છે,ત્યારે જાણો કયો દેશ, કેટલો સમર્થ

507

નવી દિલ્હી, 19 જુન 2020 શુક્રવાર : પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણને કારણે બંને દેશોમાં તંગદીલી ચરમ સીમા પર છે.ચીનની આક્રમકતા અને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતની તૈયારીઓને ધ્યાનમાં રાખીએ તો,યુદ્ધની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.આવી સ્થિતિમાં બંને દેશોની સૈન્ય શક્તિ તરફ ધ્યાન આપવું જરૂરી બને છે.

કાગળ પર, ભલે ચીન વધુ શસ્ત્રોનાં કારણે શક્તિશાળી લાગે,પણ સત્ય એ છે કે યુદ્ધ ફક્ત શસ્ત્રોથી જીતી શકાય નહીં.ચીનને જે પ્રકારની સૈનિકોની જરૂર છે તે ભારતની સામે નબળું છે.ભારત પાસે ફક્ત ચીનથી વધું સૈન્ય જ નહીં,પરંતુ પર્વતો પર લડવાની તેમની ક્ષમતા બેજોડ છે.ભારતનું હવાઇ દળ પણ ચીનની તુલનામાં શ્રેષ્ઠ છે.

બંને દેશોના સંરક્ષણ બજેટની તુલના કરીએ તો ચીન આ બાબતે ભારત તરતા ઘણું આગળ છે.2019માં,ચીને સંરક્ષણ ક્ષેત્ર પર 261 અબજ ડોલરનો ખર્ચ કર્યા હતો, જ્યારે ભારતનું સંરક્ષણ બજેટ 71.1 અબજ ડોલર હતું.ભલે ચીન પાસે વધુ હથિયારો હોય,પરંતુ ભારત પાસે લગભગ 2 લાખ 25 હજાર જવાનો ધરાવતું શક્તિશાળી ભુમિદળ છે,જ્યારે ચીનમાં 2 લાખથી 2 લાખ 30 હજારનું ભુમિદળ છે.

ભારતની કુલ તાકાત આશરે 34 લાખ જવાની છે જ્યારે ચીનમાં લગભગ 27 લાખ છે.હાર્વર્ડ કેનેડી સ્કૂલ બેલ્ફર સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સ અનુસાર ભારતીય વાયુસેના ચીન કરતા વધારે શક્તિશાળી છે.

ભારત પાસે મિરાજ 2000 અને સુખોઇ Su-30 જેવા વિમાન છે જે ચીનનાં J10, J11 અને Su-27 વિમાનો છે બંનેની તુલના કરીએ તો ભારતીય એરફોર્સ આગળ છે.ભારત પાસે ઓલ-વેધર મલ્ટિ-રોલ એરક્રાફ્ટ છે,જ્યરે ચીનની પાસે J-10 વિમાનો પાસે જ આ પ્રકારની ક્ષમતા છે.

Share Now