દેશમાં ૨૪ કલાકમાં ૧૭૨૯૬ કેસ, ૪૦૭ લોકોના મોત

270

મહારાષ્ટ્ર્રમાં નવા ૪૯૪૧ કેસ,૧૯૨ના પ્રાણપંખેરું ઉડયા: કુલ ૪,૯૦,૪૦૧ દર્દી પૈકી ૨,૮૫,૬૩૭ સાજા થયા

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધતો જઈ રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં ૧૭૨૯૬ કેસ સામે આવ્યા છે અને ૪૦૭ લોકોના મોત નિપયા છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૪,૯૦,૪૦૧ થઈ ગઈ છે જે પૈકી ૧૫૩૦૧ લોકોના મોત થયા છે.રાહતની વાત એ છે કે કોરોનાથી અત્યાર સુધી ૨,૮૫,૬૩૭ લોકો સાજા થઈ ગયા છે.દેશમાં અત્યારે સક્રિય કેસની સંખ્યા ૧,૮૯,૪૬૩ છે.આઈસીએમઆરના આંકડા અનુસાર ૨૫ જૂન સુધી ૭૭,૭૬,૨૨૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે.૨૫ જૂને જ ૨,૧૫,૪૪૬ ટેસ્ટ કરાયા હતા.

મહારાષ્ટ્ર્રમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખતાં એક જ દિવસમાં ૪૮૪૧ લોકોને હડફેટે લઈ લીધા હતા અને ૧૯૨ લોકોના જીવ હણી નાખ્યા હતા.જો કે તેમાં પહેલાં થયેલા ૮૩ મોત પણ સામેલ છે. મહારાષ્ટ્ર્રમાં કુલ ૧,૪૭,૭૪૧ કેસ નોંધાયા છે.જો કે મુંબઈમાં ૧૩૫૦ નવા દર્દી સાથે સંક્રમણની રફ્તાર પાછલા થોડા દિવસોથી સ્થિર બનેલી છે.

દિલ્હીમાં કોરોનાની સ્પીડ પકડી રહ્યો છે. ૨૪ કલાકમાં ૩૩૯૦ લોકોને કોરોના થયો છે અને આ સાથે દિલ્હીમાં કોવિડ દર્દીઓની સંખ્યા ૭૪ હજારની નજીક પહોંચી ગઈ છે.૨૪ કલાકમાં ૬૪ દર્દીઓજીવ ગુમાવી ચૂકયા છે.કોરોનાએ પહેલા મુંબઈ ઉપર શિકંજો કસ્યો હતો પરંતુ હવે દિલ્હી કોરોના કેપિટલ બની ગયું છે.મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા ૭૦૮૭૮ છે,દિલ્હીમાં અત્યાર સુધી ૭૩૭૮૦ લોકો કોરોનાની ઝપટે ચડી ચૂકયા છે.

Share Now