વલસાડ, 26 જૂન : ભીલાડ સરીગામ જીઆઇડીસીમાં સ્થાપનાના 40 વર્ષ બાદ એકમોની સંખ્યા વધીને 500ની પાર પહોંચી છે.જીઆઇડીસીમાં પ્લાસ્ટિક, ટેક્સટાઈલ, પેપર કંપનીની સંખ્યા ધોમેધીમે વધતા મહિલા કામદારોની સંખ્યા હજારોની પાર પહોંચી છે.દુરદુરથી કામદારો વહેલી સવારે ઘરથી નીકળી નોકરી માટે એકમોમાં પોહચે છે.ભીલાડ રેલવે સ્ટેશન કે અન્ય સ્થળોથી આવવા માટે ઓટો એક માત્ર વિકલ્પ રહેતાં જીઆઇડીસી રીક્ષા સ્ટેન્ડથી કામદારોને એકમમાં પગપાળા પોહચવું પડી રહ્યું છે.જે લઈ કામદારો માટે એસઆઈએ નોટિફાઇડના સત્તાધીશો એકમની સ્થાપનાના 40 વર્ષ બાદ જાહેર શોચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં નિષ્ફળ રહ્યા છે