અમદાવાદ : ભારતની દિગ્ગજ એસ્સાર જૂથે બ્રાઝિલના પેટ્રોલિયો બ્રાઝિલિરો SA રિફાઇનરી ખરીદવાની ઓફર કરી છે.આ રિફાઈનરી બ્રાઝિલની બીજી સૌથી મોટી ઓઈલ રિફાઈનરી છે.સૂત્રોએ આ માહિતી રોઈટર્સને આપી છે.
બ્રાઝિલની સરકારી ઓઈલ ઉત્પાદક કંપની પેટ્રોબ્રાસને કુલ બે ઓફર મળી છે.બાહિયાની લેન્ડુલફો આલ્વસ રિફાઈનરીની હાલ 3,23,000 બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન કરે છે. આ રલામ રિફાઈનરી RLAM માટે એસ્સાર જૂથે અને અબુધાબીની મુબાદાલા ઈન્વેસ્ટામેન્ટ કંપનીએ ખરીદવાની ઓફર કરી છે.
જો એસ્સાર આ બીડ જીતશે તો આ ભારતીય ગૃપની બ્રાઝિલમાં પ્રથમ એન્ટ્રી હશે. એસ્સારે એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રકચર, માઈનિંગ અને સર્વિસ સેક્ટરમાં 28 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.આ રીઝર્વ માટે ચીનની સિનોપેકે પણ બીડ કરિ હોવાના અહેવાલ છે પરંતુ,તે અંગે હજી કોઈ આધિકારી જાહેરાત નથી થઈ.તાજેતરના આંકલન અનુસાર RLAM રિફાઈનરીની વેલ્યુએશન 2.5 અબજ ડોલર આંકવામાં આવી છે.