ગાંધીનગર તા.1 : ગાંધીનગર ખાતે કોળી સમાજની રાજકીય બેઠક મળશે કોળી સમાજના આગેવાન અને ભાજપના નેતા હીરા સોલંકીના સમર્થનમાં મળવા જઇ રહેલી આ બેઠકમાં રાજકીય નિર્ણયો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે કોળી સમાજના આગેવાન હીરા સોલંકીને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા અથવા બોર્ડ નિગમ આપવા માટે સમાજ દ્વારા સરકાર અને સંગઠન માં રજુઆત કરવામાં આવશે.જોકે બે દિવસ પહેલા પણ કોળી સમાજના કેટલાક કાર્યકરો હીરા ભાઈ ના સમર્થન માં વિજય ભાઈ રૂપણીને આવેદનપત્ર આપવા કમલ્મ આવ્યા હતા.જોકે આ બેઠકમાં કોળી સમાજના આગેવાનોને પોતાના હોદ્દાનું લેટરપેડ લઈને આવવાની પણ સૂચના આપવામાં આવી છે.કારણકે ભાજપ ની કોર કમિટીમાં આવેદનપત્ર આપવાનું હોવાથી આ સૂચના આપવામાં આવી છે.તો બીજી તરફ સોશિયલ મીડિયામાં વહેતા થયેલા પત્રિકામાં એવો ઉલ્લેખ કર્યો છે કે કોળી સમાજ એક નહીં થાય ત્યાં સુધી સરકારમાં નોંધ લેવાશે નહી તેવો ઉલ્લેખ કરતાં ગાંધીનગરમાં રાજકીય ધમાસણ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.આજે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં હિરાભાઇ સોલંકીના સમર્થનમાં સમગ્ર ગુજરાતના કોળી સમાજના અગ્રણીઓ હોદ્દેદારો,સામાજિક આગેવાનો સરપંચો,સહીત તાલુકા પંચાયતના પ્રમુખો અને અગ્રણી હોદ્દેદારો હીરાભાઈ સોલંકીના સમર્થનમાં એકત્રિત થવાના હોવાથી ગાંઘીનગરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.