દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીને કોરોના, વહીવટીતંત્રે સનફાર્મા કંપની જ બંધ કરાવી

656

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા સ્થિત મલ્ટીનેશનલ કંપની સન ફાર્માના 14 કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા વહીવટીતંત્રે સનફાર્મા કંપની બંધ કરાવી છે. અનલોકના સમયગાળામાં, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે.દાદરામાં આવેલ મલ્ટીનેશનલ કંપની સનફાર્મા કે જે વિવિધ રોગની દવાઓનું ઉત્પાદન કરે છે.સન ફાર્મા કંપનીના 14 કર્મીઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જ આ કર્મીઓના સંપર્કમાં આવેલાની તપાસ હાથ ધરીને તમામને કોરોન્ટાઈન કરવાની કામગીરી કરાશે.વહીવટીતંત્રને મુંઝવણ એ છે કે કોરોના પોઝીટીવ કર્મીએ દવા બનાવીને પેકીગ કરી હશે તે દવા બહાર બજારમાં વેચાણ અર્થે ના જાય તેની પણ સુચના કંપનીને આપી દેવાઈ છે.વહીવટીતંત્રને બીક છે કે સન ફાર્માના 14 કર્મીઓ સુપરસ્પ્રેડર સાબિત ના થાય.

Share Now