પંજાબના સીએમ કેપ્ટનની લીલા અપરંપાર : પતિ ડીજીપી, પત્ની ચીફ સેક્રેટરી

290

પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહે રાજ્યના ચીફ સેક્રેટરીપદે વિની મહાજનની નિમણૂક કરી તેના કારણે વિવાદ થઈ ગયો છે.મહાજન 1987ની બેચનાં આઈએએસ અધિકારી છે.તેમના કરતાં સીનિયોરિટીમાં પાંચ અધિકારી આગળ હતા છતાં કેપ્ટને તેમને ચીફ સેક્રેટરી બનાવી દીધાં.

વિની મહાજનના પતિ પોલીસ વડા

આ નિમણૂકમાં વિવાદનું બીજું એક કારણ એ પણ છે કે,વિનીના પતિ દિનકર ગુપ્તા રાજ્યના પોલીસ વડા છે.કેપ્ટને આ નિર્ણય દ્વારા આખા રાજ્યનું વહીવટી તંત્ર એક દંપતિના હાથમાં સોંપી દીધું છે. દેશના કોઈ રાજ્યમાં આ પ્રકારની ઘટના પહેલી વાર બની છે.ગુપ્તા પણ ૧૯૮૭ની બેચના આઈપીએસ અધિકારી છે એ જોતાં પતિ-પત્ની પંજાબમાં ચાર વર્ષ સુધી રાજ કરશે.

પંજાબના મુખ્યમંત્રીને કારણે કોંગ્રેસ ચૂપ

કોંગ્રેસે એવા આક્ષેપો કર્યા કરે છે કે,ભાજપ સરકારો દ્વારા સીનિયર અધિકારીઓને બાજુ પર મૂકીને પોતાના માનીતા અધિકારીઓને પ્રમોશન અપાય છે.પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બધાંને ટપી ગયા છે ત્યારે કોંગ્રેસના નેતા ચૂપ છે.

Share Now