‘શરમજનક’: આતંકી હુમલાનો શિકાર બાળક પર કોમેન્ટ કરતા સંબિત પાત્રા ફરીવાર નિશાને ચડ્યા

381

નવી દિલ્હી : સોપોરમાં આતંકવાદી હુમલા દરમિયાન બચાવવામાં આવેલા 3 વર્ષના બાળકને જમ્મુ કાશ્મીર પોલીસ બાળકની માતા પાસે લઇને જતી હતી.આ દરમિયાન તે રડતા બાળકને ચુપ કરાવવાનો પ્રયાસ કરી રહી છે.બાળક હુમલા દરમિયાન પોતાના મૃત સબંધી પાસે બેઠેલો હતો.જમ્મુ કાશ્મીરના સોપોરમાં સીઆરપીએફ ટીમ પર થયેલા એક આતંકી હુમલા દરમિયાન 1 જવાન શહીદ થઇ ગયો હતો,જ્યારે એક નાગરિકનું પણ મોત થયુ હતું.આ હુમલા દરમિયાન એક ત્રણ વર્ષના બાળકની દર્દનાક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં બાળક હુમલામાં મૃત પોતાના પરિવારજનના શબ પાસે બેઠેલો છે.આ તસવીરને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ શેર કરી છે.આ તસવીરને શેર કરતા સંબિત પાત્રાએ લખ્યુ- ‘પુલિત્ઝર લવર્સ???’ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ફરી એક વખત ટ્વિટર પર ટ્રેન્ડમાં આવી ગયા છે.સંબિત પાત્રાની આ ટ્વીટને બોલિવૂડ હસ્તીઓ સહિતનાઓએ શરમજનક ગણાવી છે.

આ વર્ષે બેસ્ટ ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં પુલિત્ઝર એવોર્ડ એસોસિએટ પ્રેસ (એપી)ના કાશ્મીરના ત્રણ ફોટોગ્રાફરો મુખ્તાર ખાન,ડાર યાસીન અને જમ્મુના ચન્ની આનંદને આપવામાં આવ્યો હતો.આ એવોર્ડ તેમણે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ-370ને હટાવવામાં આવ્યા બાદ જોવા મળેલી સ્થિતિની કેટલીક તસવીરો પર આપવામાં આવ્યો હતો.

સંબિત પાત્રાના આ નવા ‘પુલિત્ઝર લવર્સ???’ ટ્વીટને લોકો અસંવેદનશીલ ગણાવી રહ્યા છે.વિશાલ દદલાની,દિયા મિર્ઝા,હંસલ મહેતા,જિગ્નેશ મેવાણી સહિત કેટલીક હસ્તીઓએ આ તસવીરને લઇને સંબિત પાત્રા પર નિશાન સાધ્યુ છે.

દિયા મિર્ઝાએ લખ્યુ કે શું તમારામાં બિલકુલ પણ સહાનુભૂતિ નથી રહી, કોઇ વસ્તુ માટે તો પાત્રાનો જવાબ હતો કે આ એવો સમય છે જ્યારે તમારા જેવા લોકોએ પ્લેકાર્ડ લટકાવવો જોઇએ કે ‘કાશ્મીરમાં પાક.પ્રાયોજિત જિહાદથી શરમ આવે છે.’પરંતુ તમે લોકો આવુ નહી કરો કારણ કે તમે લોકો સિલેક્ટિવ છો.’

Share Now