મુંબઇ,તા.૨૦
મેક્સ લાઈફમાં ૨૦ ટકા હિસ્સો મેળવવા માટે એક્સિસ બેંકે વાટાઘાટો શરુ કરી છે. એક અહેવાલ અનુસાર આ સોદાનું લક્ષ્ય એક્સિસ બેક્ન સાથે વ્યૂહાત્મક અને લાંબાગાળાની ભાગીદારી કરવાનું છે જે મેક્સ લાઈફની ૫૪ ટકા આવકસ્ત્રોત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એક્સિસ બેક્ન સાથે સોદોનો વીમાકર્તા માટે એક બેંકએશ્યોરન્શ પાર્ટનર અંગેની અનિશ્ચિતતાને સમાપ્ત કરી દેશે.
બેંકએશ્યોરન્શ સોદાઓથી બેંકોને નુકશાન થઇ શકે છે કેમ કે ભવિષ્યમાં કમિશનની આવકના રૂપમાં રોકડ સેટ થઇ જાય જેનાથી તેઓ કમાણી કરશે. તે અપેક્ષાકૃત ઓછા ખર્ચને કારણે વીમા કંપનીઓ માટે વિતરણ ચેનલની સૌથી વધુ માંગ છે. રિપોર્ટ અનુસાર એક્સિસ બેક્ન મેક્સ લાઈફમાં ૨ ટકાથી વધુ શેડ ઓવર ધરાવે છે. જે બાદમાં રૂ.૨૦૦૦ કરોડનું રોકાણ કરશે.આ નાણાંનો ઉપયોગ વિસ્તરણ માટે કરવામાં આવશે.
મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસ લિસ્ટેડ કંપની છે. દેશની સૌથી મોટી નોન બેક્ન ખાનગી જીવન વીમા કંપની મેક્સ લાઈફમાં મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસ આશરે ૭૦ ટકા હિસ્સેદારી ધરાવે છે. આ ઉપરાંત તેમાં જાપાનની મિત્સુઇ સુમિતોમો ઇંશ્યોરંશ કંપની લિમિટેડ પાસે ૨૬ ટકા, એક્સિસ બેંક પાસે ૨% ટકા જ્યારે અન્ય હિસ્સો કમર્ચારીઓ ધરાવે છે. અહેવાલ મુજબ મેક્સના જીવન વીમા વ્યવસાયે નાણાકીય વર્ષ ૧૯માં વાર્ષિક ધોરણે ૧૪.૬% નો વધારો નોંધાવ્યો હતો. આ ઉપરાંત પ્રથમ વર્ષનાં પ્રીમિયમમાં ૨૪.૫ ટકાનો વધારો છે.
એક્સિસ બેક્ન મેક્સ લાઇફનો ૨૦ ટકા હિસ્સો ખરીદશે : વાટાઘાટો શરૂ
Leave a Comment