નવી દિલ્હી : ભારતીય અમેરિકનોએ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ચીન સામે દેખાવો કરીને બાયકોટ ચાઇનાનું આહવાન કર્યું છે.ભારતીય અમેરિકનોએ આ વિરોધ લદ્દાખમાં ભારતીય સૈન્ય અને ચીની આર્મી વચ્ચેના સંઘર્ષ બાદ કર્યો હતો.ચીન સામેના આ વિરોધમાં તેમને તિબેટીયન અને તાઇવાન સમુદાયોનો પણ ટેકો મળી રહ્યો છે.
ન્યૂયોર્કમાં કોરોના વાયરસની અસર હોવા છતાં પ્રદર્શનમાં ડઝનેક ભારતીય-અમેરિકનો,તિબેટી સમુદાયના સભ્યો અને તાઇવાન અમેરિકનો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.ભારત અને ચીન વચ્ચે ગલવાન સંઘર્ષ થયો ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સનાં ઘણાં શહેરોમાં ચીન વિરોધી પ્રદર્શનો શરુ થઇ ગયા છે.ન્યૂયોર્કમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં લોકોએ હાથમાં ચીન વિરોધી સંદેશાઓ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ચીન સામેના વિરોધપ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ ત્રણ માંગો પર વધુ જોર આપ્યું છે.જેમાં ચીન સાથેના વેપાર પર રોક લગાવવામાં આવે, ચીની સામાનનો બોયકોટ કરવામાં આવે,તિબેટને પૂર્ણ સ્વતંત્રતા અને તાઇવાનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવે.